'અમે નથી ઇચ્છતા કે અમારા ઘરે સરવે થાય...' સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narayana and Sudha Murthy Refused Socio-Economic Survey: ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને લેખિકા સુધા મૂર્તિએ પછાત વર્ગ આયોગ દ્વારા આયોજિત સામાજિક-શૈક્ષણિક સર્વેક્ષણમાં ભાગ લેવાની ના પાડી છે. તેમના આ નિર્ણયથી માત્ર સામાજિક-આર્થિક સર્વેક્ષણ જ નહીં, પણ તેમના મંતવ્યો પણ ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારે સર્વેક્ષણની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે દંપતીએ સ્પષ્ટ જણાવ્યું કે, 'અમે અમારા ઘરે આ સર્વેક્ષણ કરાવવા નથી માંગતા.'
'પછાત સમુદાય સાથે નથી સંબંધ': સુધા મૂર્તિ
પ્રાપ્ત માહિતી મુજબ, નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ આ સર્વેક્ષણને પોતાના માટે સુસંગત માન્યો ન હતું. તેમણે દલીલ કરી કે તેઓ કોઈ પણ પછાત સમુદાય સાથે જોડાયેલા નથી, તેથી સરકારના આ પ્રકારના સર્વેક્ષણમાં તેમની ભાગીદારીનું કોઈ મહત્ત્વ રહેતું નથી.
સર્વેક્ષણ પ્રક્રિયાથી બહાર રહેવાનો નિર્ણય
આ દંપતીએ એક સ્વ-ઘોષણા પત્ર આપીને તેમના આ નિર્ણયને ઔપચારિક બનાવ્યો છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેઓ આ પ્રક્રિયામાંથી બહાર રહેવા ઇચ્છે છે. તેમનું આ પગલું તેમનો વ્યક્તિગત અભિગમ દર્શાવે છે, જે સામાજિક-આર્થિક ડેટા એકત્રીકરણ માટેની સરકારી પહેલ સાથેની તેમની અસહમતિ સ્પષ્ટપણે ઉજાગર કરે છે.
મૂર્તિ દંપતીના ઇનકારથી સામાજિક સર્વેક્ષણ પર સવાલો
સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા અને પછાત વર્ગોના કલ્યાણ માટે યોજનાઓ બનાવવામાં મદદ મળી રહે તે હેતુથી નીતિ નિર્માણમાં સહાયતા મળી શકે તે માટે પછાત વર્ગ આયોગ દ્વારા દેશના વિવિધ સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિનું આકલન કરવા માટે આ સામાજિક-શૈક્ષણિક સર્વેક્ષણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, મૂર્તિ દંપતીનો આ સર્વેક્ષણનો ઇનકાર એક મહત્ત્વપૂર્ણ ચર્ચાને જન્મ આપી શકે છે.








