Get The App

PM મોદીની અપીલ પર BJP નેતાઓએ 'X' પર DP બદલ્યો, તિરંગાની ફોટો પોસ્ટ થતાં જ વેરિફિકેશન ટિક થઇ ગાયબ

હર ઘર તિરંગા અભિયાન 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિયાનને સમર્થન આપવા દેશવાસીઓને અપીલ કરી

Updated: Aug 14th, 2023

GS TEAM

Google News
Google News
PM મોદીની અપીલ પર BJP નેતાઓએ 'X' પર DP બદલ્યો, તિરંગાની ફોટો પોસ્ટ થતાં જ વેરિફિકેશન ટિક થઇ ગાયબ 1 - image

ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પરથી વેરિફિકેશન ટિક ગાયબ થઈ ગઈ છે. આમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ આ તમામે પોતાના ડીપી પર તિરંગાની તસવીર લગાવી હતી, પરંતુ તિરંગાની તસવીર પોસ્ટ થતાં જ તેમના એકાઉન્ટ પરથી વેરિફિકેશન માર્ક ગાયબ થઈ ગયો હતો.

પ્રધાનમંત્રીએ કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સોશ્યલ મીડિયા પર પોતાનો ડીપી બદલીને 'હર ઘર તિરંગા અભિયાન'ને સમર્થન આપવા દેશવાસીઓને અપીલ કરી હતી. PM મોદીએ રવિવારે તેમના 'X' એકાઉન્ટ પર લખ્યું, 'હર ઘર તિરંગા ચળવળની ભાવનામાં, ચાલો આપણા સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીએ અને દેશ સાથેના સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવાની દિશામાં પોતાનું યોગદાન આપો.

આ મુખ્યમંત્રીઓના એકાઉન્ટ પરથી વેરિફિકેશન ટિક થઇ ગાયબ

વેરિફિકેશન માર્ક ગુમાવનારા મુખ્યમંત્રીઓમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, ગોવાના સીએમ ડો. પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાનો સમાવેશ થાય છે. આ મુખ્યમંત્રીઓ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની વેરિફિકેશન ટિક પણ હટાવી દેવામાં આવી છે.

પીએમ મોદીનું વેરિફિકેશન માર્ક ગાયબ નથી થયું

પીએમ મોદીએ પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પરના તેમના ડિસ્પ્લે પિક્ચરને ભારતીય તિરંગામાં બદલી નાખ્યું હતું, પરંતુ તેમની વેરિફિકેશન ટિક હટાવવામાં આવી નથી. પ્રધાનમંત્રી મોદીને ગ્રે ટિક મળી છે કારણ કે તેઓ કેન્દ્ર સરકારના વડા અને સંસદ સભ્ય છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ 'X' સરકારી અને બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ માટે અલગ વેરિફિકેશન ટિક જારી કરે છે.

Tags :