Get The App

Snakebite: 34 દિવસમાં 6 વખત સાપે માર્યા ડંખ છતા જીવે છે આ મહાશય, વધુ 3 વખત સર્પડંખની ભવિષ્યવાણી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
Snakebite: 34 દિવસમાં 6 વખત સાપે માર્યા ડંખ છતા જીવે છે આ મહાશય, વધુ 3 વખત સર્પડંખની ભવિષ્યવાણી 1 - image


Image:Freepik

જૂની ફિલ્મો અને ટીવી સિરિયલોમાં બતાવવામાં આવે છે કે જો સાપની જોડીમાંથી એકને જાણે-અજાણે મારી નાખવામાં આવે તો બીજી જોડી હત્યારાને શોધીને બદલો લે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં સામે આવ્યો છે. આ ઘટના સાંભળનાર દરેક વ્યક્તિ ચોંકી જાય છે. અહીં એક વ્યક્તિને 34 દિવસમાં 6 વખત કોબ્રા સાપ કરડ્યો છે. ડોક્ટરો વ્યક્તિની સારવાર કરી રહ્યાં  છે. અત્યાર સુધી દરેક વખતે વ્યક્તિ બચી ગઈ છે. આ ઘટનાથી તબીબો પણ આશ્ચર્યમાં છે. જોકે આ બાબત નાગ-નાગિનની હોય તેવું લાગતું નથી.

વાત એમ છે કે ફતેહપુર જિલ્લાના માલવા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌરા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી એક સાપ એક જ વ્યક્તિ, વિકાસ દ્વિવેદીને કરડી રહ્યો છે. વિકાસે કહ્યું કે દર વખતે સાપ મને કરડવા આવે તે પહેલા કઈંક અજુગતો અહેસાસ થાય છે. સર્પદંશ પહેલા જ તેની ડાબી આંખ ખૂબ જ ઝડપથી ફફડવા લાગે છે. સાપના ડંખનો ભય અંદરથી સતાવવા લાગે છે.

શનિવાર અને રવિવારે જ કરડે છે સાપ :

રસપ્રદ વાત જણાવતા વિકાસે કહ્યું કે સાપે મને ત્રણ વાર ડંખ માર્યો ત્યારે ડોક્ટરો પણ મારી સારવાર કરવાતા આશ્ચર્યચકિત થઈ રહ્યાં હતા. હું કઈ રીતે બચી જઈ રહ્યો છું તે રિસર્ચનો વિષય બન્યો હતો. અંતે ડોક્ટરોએ મને મારી જગ્યા બદલવાની સલાહ આપી. આ સલાહને અનુસરીને વિકાસ તેની માસીના ઘરે રોકાવા ગયો હતો. સાપે ત્યાં જઈને પણ તેને ત્યાં ડંખ માર્યો હતો. ત્યારબાદ વિકાસ તેના મામાના ઘરે ગયો હતો. સાપે તેને ત્યાં પણ જઈને ડંખ માર્યો હતો. 

વિકાસે ચોંકાવનારી વાત કહી કે તેને શનિવાર અને રવિવારે જ સાપ કરડે છે. વિકાસને અત્યાર સુધીમાં સાપે 6 વખત ડંખ માર્યો છે.  વિકાસના પરિવાર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2 જૂને રાત્રે લગભગ 9 વાગ્યે પથારીમાંથી ઉઠતી વખતે તેને પ્રથમ વખત સાપે ડંખ માર્યો હતો. તરત જ તેને ડોક્ટર પાસે લઈ ગયા અને 2 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયો હતો. આ પછી 10 જૂને રાત્રે 9 વાગ્યે ફરીથી વિકાસને સાપ કરડ્યો. ફરીથી તેને ડોક્ટર પાસે લઈ ગયા અને ફરીથી સ્વસ્થ થઈને ઘરે આવ્યો. 

સાત દિવસ પછી 17 જૂને તે જ સાપે ફરીથી વિકાસને ડંખ માર્યો. વિકાસ બેહોશ થવા લાગ્યો. ડોક્ટરોએ તેની સારવાર કરી તેને બચાવી લીધો. 21 જૂને ચોથી વખત સાપે ડંખ માર્યો હતો. પરિવારજનો તેને ફરી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે આ વખતે પણ તે સારવાર બાદ બચી ગયો હતો.

34 દિવસમાં 6 વખત સાપ ડંખ માર્યા છતા વ્યક્તિને કઈ ન થયું, આ જોઇને તબીબો પણ આશ્ચર્યચકિત છે. ડોકટરોનું કહેવું છે કે દર વખતે તેને એન્ટી સ્નેક વેનોમ ઈન્જેક્શન જેવી ઈમરજન્સી દવાઓ આપીને ઈલાજ કરવામાં આવે છે. તે સ્વસ્થ થઈને ઘરે જાય છે અને ફરી થોડા દિવસમાં સાપ કરડે છે. દર વખતે તેના શરીર પર સાપના ડંખના સ્પષ્ટ નિશાન પણ જોવા મળે છે.

નવમી વખત નહિ છોડું :

એક નિવેદનમાં વિકાસે કહ્યું કે તેને એક વખત સપનામાં એક સાપ આવ્યો હતો. સપનામાં આવેલા સામે કહ્યું હતુ કે હું તને 9 વાર કરડીશ. આ 9માંથી 8 વખત તારો બચાવ થઈ જશે, પરંતુ 9મી વખત કોઈ ડોક્ટર, કોઈ તાંત્રિક કે દેવી-દેવતાઓની શક્તિ તને બચાવી શકશે નહીં. હું તને મારી સાથે લઈ જઈશ. વિકાસ 6 વખત સર્પડંખથી ભયભીત થયો છે પરંતુ આગામી 3 ડંખથી તેને ડર નથી લાગતો પરંતુ નવમી વખતે જો કરડશે અને ભવિષ્યવાણી સાચી પડશે અને મરી જઈશે તો શું થશે, આ જ ભયના ઓછાયા હેઠળ વિકાસ જીવી રહ્યો છે.


Google NewsGoogle News