એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ મામલે દિલ્હી-મુંબઈને પછાડી નાનકડું શહેર દેશભરમાં ટોચે
Image: AI |
Extra Marital Affairs: પરિણીત લોકોને ડેટિંગ કરવા માટે પ્લેટફોર્મ પૂરૂ પાડનારી વેબસાઇટ એશલે મેડિસને દાવો કર્યો કે, દેશના દક્ષિણ રાજ્ય તમિલનાડુના કાંચીપુરમમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના સૌથી વધુ કેસ દાખલ થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ નાનકડું શહેર આ મામલે ખૂબ આગળ વધી ગયું છે, જેણે દિલ્હી-મુંબઈ જેવા શહેરોને પણ પાછળ છોડી દીધું. એશલે મેડિસનનો આ દાવો 2025 દ્વારા જાહેર કરવામાં આવેલા નવા યુઝર્સના ડેટા પર આધારિત છે.
આ વેબસાઇટના લેટેસ્ટ આંકડા જણાવે છે કે, કાંચીપુરમ 2024માં 17માં સ્થાને હતું, જે આ વર્ષે પહેલા નંબરે પહોંચી ગયું છે. જોકે, એશલે મેડિસને આ શહેર 17 નંબરથી પહેલા નંબરે કેવી રીતે પહોંચ્યુ તેને લઈને સ્પષ્ટતા આપી નથી. પરંતુ, આ વલણ દર્શાવે છે કે, ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ડેટિંગ એપ્સની પહોંચ ઝડપથી વધી રહી છે.
ટૉપ 20 શહેરોમાં ગુડગાંવ, ગાઝિયાબાદ અને નોઇડા
આ વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવેલા દેશના ટૉપ 20 જિલ્લાની યાદીમાં મધ્ય દિલ્હી બીજા નંબરે છે. ટૉપ 20માં દિલ્હી-એનસીઆર વિસ્તારના કુલ 9 જિલ્લાએ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ટૉપ 20માં દિલ્હીના 6 જિલ્લાઓ આવે છે. જેમાં મધ્ય દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી સામેલ છે. આ સિવાય દિલ્હીથી જોડાયેલા ગુડગાંવ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોઇડા) પણ ટૉપ 20 શહેરોમાં સામેલ છે.
ટૉપમાં દિલ્હી-એનસીઆરના 9 જિલ્લા
એશલે મેડિસન દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, દિલ્હી-એનસીઆના 9 જિલ્લા ટૉપ છે. વળી, મુંબઈનો એકપણ વિસ્તાર ટૉપ 20માં સામેલ નથી. જોકે, જયપુર, રાયગઢ, કામરૂપ અને ચંડીગઢ જેવા બીજા શહેરોએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને ગાઝિયાબાદ અને જયપુર જેવા ટિયર-2 શહેરોએ વેબસાઇટ પર સાઇન અપ કરી અનેક મોટા શહેરી કેન્દ્રોને પાછળ છોડી દીધા છે.
આ પણ વાંચોઃ ગુજરાતની એકમાત્ર એઈમ્સમાં પણ 58% ફેકલ્ટીની જગ્યા ખાલી, પૂરતી તબીબી સેવાથી નાગરિકો વંચિત
પ્લેટફોર્મે સ્પ્ષ્ટ કર્યું કે, આ રેન્કિંગ ન ફક્ત નવા યુઝર્સની સાઇનઅપ એક્ટિવિટી, પરંતુ વેબસાઇટની ગતિવિધિ, તેની ફ્રિકવન્સી અને જોડાણના આંકડા આધારિત છે. આ આંકડા જણાવે છે કે, આ વિસ્તારના લોકો સામુહિક રૂપે દગો અથવા એકલતાનો શિકાર બની રહ્યા છે.