For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાણાપ્રધાન સીતારામનનું બજેટઃ બ્રીફકેસના વહીખાતાથી ટેબ્લેટ સુધી

ભારતીય નાણાપ્રધાનોમાં લાલ, કાળી, રાતા, બ્રાઉન રંગની બ્રીફકેસ ફેવરિટ

Updated: Feb 1st, 2022

Article Content Image

બજેટમાં બ્રીફ કેસની પરંપરાનો પ્રારંભ 18મી સદીમાં બ્રિટનમાં થયો હતોઃ સ્પીચ પેપર માટે બ્રીફકેસની જરૂર પડતી હતી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમનું ચોથું બજેટ રજૂ કર્યુ હતુ. પણ બજેટ માટે તે અગાઉના નાણાપ્રધાનોની જેમ મોટા કાગળોનો જથ્થો લઈને આવ્યા ન હતા, પણ ફક્ત એક ટેબ્લેટ લાલ બ્રીફ કેસમાં  લાવ્યા હતા. નિર્મલા સીતારામને 2019માં નાણાપ્રધાન તરીકેના પ્રથમ બજેટ વખતે જ બજેટ રજૂ કરતાં બ્રીફકેસમાં વહીખાતાની પરંપરા તોડી ટેબ્લેટ લઈને બજેટ રજૂ કર્યુ હતું. આ અંગે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન ચિદમ્બરમે ટિપ્પણી કરી હતી કે ભાવિ કોંગી નાણાપ્રધાન આઇપેડ લઈ બજેટ રજૂ કરશે.

આમ પીયૂષ ગોયલ છેલ્લા કેન્દ્રી ય નાણાપ્રધાન હતા જેમણે બ્રીફકેસ લઈને બજેટ રજૂ કર્યુ હતું. તેના પછીથી નિર્મલા સીતારામને દરેક બજેટ ટેબ્લેટમાં જ રજૂ કર્યા છે. 

બજેટ બ્રીફકેસ વાસ્તવમાં બ્રિટિશ વારસો છે. બજેટ શબ્દનો ઉદભવ ફ્રેન્ચ શબ્દ બુગેટ પરથી થયો છે, જેનો અર્થ થાય છે લેધર બ્રીફકેસ. બજેટ કેસ પરંપરાનો પ્રારંભ 18મી સદીમાં થયો હતો, જ્યારે ચાન્સેલર ઓફ એક્સ્ચેકર કે બ્રિટનના બજેટ ચીફને એન્યુઅલ સ્ટેટમેન્ટ રજૂ કરતી વખતે ઓપન ધ બજેટ માટે કહેવાયું હતું.૧૮૬૦માં બ્રિટિશ બજેટ ચીફ વિલિયમ ઇ ગ્લેડસ્ટોન લાલ સુટકેસમાં તેના પેપર લઈ આવ્યા હતા. તેના પર સોનાનો ક્વીન્સ મોનોગ્રામ લાગેલો હતો. 

તેમણે બજેટ બ્રીફકેસ લઈ આવવું પડતું હતું, કારણ કે તેમના ભાષણો ઘણા લાંબા હતા. આ સ્પીચ પેપર લઈ આવવા તેમને બ્રીફકેસની જરૂર પડતી હતી. 

ભારતના વિવિધ નાણાપ્રધાન જુદાં-જુદાં પ્રકારની બ્રીફકેસ લઈ આવ્યા હતા. તે મુખ્યત્વે લાલ, કાળી, રાતા અને બ્રાઉન રંગની હતા. ભારતના પ્રથમ નાણાપ્રધાન આરકે ષણ્મુખમ શેટ્ટીએ લેધર પોર્ટફોલિયોમાં 1947નું બજેટ રજૂ કર્યુ હતું. 1950ના દાયકામાં ટીટી કૃષ્ણમચારી ફાઇલ ેબેગ જેવું લઈ આવતા હતા. જવાહરલાલ નેહરુએ બ્રીફકેસ રજૂ કરી હતી. જ્યારે 1991માં આર્થિક ઉદારીકરણની ક્રાંતિકારી દરખાસ્તો સાથેનું બજેટ રજૂ કરનારા નાણાપ્રધાન મનમોહન સિંઘ બ્લેક બેગ લઈ આવ્યા હતા. મનમોહન સિંઘ વડાપ્રધાન હતા ત્યારે નાણાપ્રધાન પ્રણવ મુખરજી લાલ બ્રીફકેસ લઈ આવ્યા હતા.


Gujarat