Get The App

'સર, મારું મૃત્યુ થયું છે તો અડધા દિવસની રજા આપો', શાળાના આચાર્યએ રજા કરી મંજૂર !

Updated: Aug 30th, 2019

GS TEAM


Google News
Google News
'સર, મારું મૃત્યુ થયું છે તો અડધા દિવસની રજા આપો', શાળાના આચાર્યએ રજા કરી મંજૂર ! 1 - image


કાનપુર, 30 ઓગસ્ટ 2019, શુક્રવાર

એક શાળાના આચાર્યની બેદરકારીનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. અહીં એક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી પર મંજૂરીની મહોર મારી અને પોતાની બેદરકારીનું ઉદાહરણ જાતે આપ્યું છે. આ વિદ્યાર્થીએ રજા લેવાનું કારણ પોતાનું મૃત્યુ દર્શાવ્યું અને આચાર્યએ મંજૂર પણ રાખી છે. 

જી ટી રોડ સ્થિત એક શાળાના વિદ્યાર્થીને શાળામાંથી અડધા દિવસની રજા કોઈ કારણોસર જોઈતી હતી. તેણે પોતાના આચાર્યને એક ચિઠ્ઠી લખી અને પત્રની શરૂઆતમાં તેણે લખ્યું કે, "20 ઓગસ્ટના રોજ મારું મૃત્યુ થયું છે તો મને હાફ ટાઈમ રજા આપવાની કૃપા કરો". આ પત્ર આચાર્ય સુધી પહોંચ્યો અને તેમણે તેને વાંચ્યા પછી પણ તેના પર લાલ અક્ષરથી ગ્રાંડેટ પણ લખી આપ્યું. વિદ્યાર્થીને રજા મળી અને તે જતો પણ રહ્યો. તેણે આ પત્ર પોતાની પાસે છુપાવી રાખ્યો. પરંતુ મિત્રો સાથે થયેલી ચર્ચા બાદ આ પત્ર શાળાના શિક્ષકો સુધી પહોંચી ગયો અને આ વાત ચર્ચાનો વિષય બની ગઈ. જો કે આ વાતની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓને કરવામાં પણ આવી છે. પરંતુ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. 

કહેવાય રહ્યું છે કે આચાર્ય પાસે વિદ્યાર્થી જ્યારે રજા લેવા જાય છે તો તેની સાથે મૌખિક વાત કરી તેને રજા આપી અને પત્ર પર આચાર્ય સહી કરી દેતા હોય છે. જો કે આ રીત પણ આચાર્ય પદના વ્યક્તિની સજાગતા પર પ્રશ્ન ઊભા કરે છે. આ વાતની ચર્ચા હવે સોશિયલ મીડિયા સહિત દેશભરમાં થવા લાગી છે. 


Tags :