Delhi Poll 2025: દિલ્હીમાં ચૂંટણી પ્રચાર માટે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ૩ ફેબ્રુઆરીની સાંજે પ્રચારના પડઘમ શાંત પડી જશે. આ દરમિયાન, કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. એટલે કે, પંજાબી ગાયક મીકા સિંહ ભાજપ માટે પ્રચાર કરશે. રસપ્રદ વાત એ છે કે તેમણે 1 ફેબ્રુઆરીએ AAP ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 3 ફેબ્રુઆરીએ તેઓ માંગોલપુરીમાં ભાજપના ઉમેદવાર રાજકુમાર ચૌહાણ માટે પ્રચાર કરશે અને મત માંગશે. આ માહિતી ખુદ મીકા સિંહે જ આપી છે.
પહેલા AAP ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી...
એક દિવસ પહેલા મજનૂ કા ટીલામાં મીકા સિંહ રાઘવ ચઢ્ઢા સાથે સ્ટેજ પર સાથે જોવા મળ્યો હતો. તેઓ ચૂંટણી પ્રચાર માટે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પોતાના આલ્બમમાંથી એક ગીત પણ પ્રેક્ષકોને ગાઈને સંભળાવ્યં હતું. આ દરમિયાન લોકો નાચતા જોવા મળ્યા. તેમણે AAP ઉમેદવારને મત આપવાની અપીલ પણ કરી, પરંતુ થયું એવું કે એક દિવસ પછી જ તેમણે AAPના હરીફ માટે પ્રચાર કરવાનું નક્કી કર્યું. જોકે, એની માહિતી હજુ સુધી મળી નથી.
આ પણ વાંચો : ભાજપમાં અંદરોઅંદર ડખા: દિગ્ગજ નેતાએ કહ્યું- CM ઈચ્છે તો મારું રાજીનામું લઈ લે
AAP એ માંગોલપુરીના ઉમેદવાર બદલ્યા
માંગોલપુરી બેઠક 2013 થી AAP પાસે છે. રાખી બિરલા અહીંથી ત્રણ વખત ધારાસભ્ય છે. આ વખતે AAP એ તેમના સ્થાને રાકેશ જાટવને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે રાજકુમાર ચૌહાણને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. હનુમાન ચૌહાણ કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે.


