Get The App

લતા મંગેશકરના સદાબહાર ગીતો, આ ગીતોએ દીદીને બનાવી દીધા અમર...

Updated: Feb 6th, 2022

GS TEAM

Google News
Google News
લતા મંગેશકરના સદાબહાર ગીતો, આ ગીતોએ દીદીને બનાવી દીધા અમર... 1 - image


- લતા મંગેશકરે જ્યારે એ મેરે વતન કે લોગોં.. ગીત પંડિત જવાહરલાલ નેહરૂ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું ત્યારે પંડિત નેહરૂની આંખો પણ ભીંજાઈ ગઈ હતી

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં જો ગાયકીની વાત કરીએ તો સ્વરકોકિલા લતા મંગેશકરથી મોટું કોઈ નામ નથી. લતા મંગેશકરે પોતાના મધુર અવાજ વડે ભારતીય સંગીતને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ અપાવી. તેમણે 40ના દશકામાં ગાવાની શરૂઆત કરી હતી અને 2010 સુધી બોલિવુડમાં પોતાનો અવાજ આપ્યો. મતલબ કે, તેમણે 70 વર્ષ સુધી બોલિવુડમાં પોતાનું પ્રદાન આપ્યું અને લોકોને અનેક ખૂબસુરત નગમા આપ્યા. 

1. લગ જા ગલે..

લતા મંગેશકરનું આ ગીત નવી જનરેશનમાં પણ ખૂબ જ ફેવરિટ છે. ચાહકો તેમના આ ગીતને ખૂબ જ પસંદ કરે છે 

અને સાથે જ તેને ગાવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. 

2. મેરા સાયા સાથ હોગા..

લતાજીના આ ગીતને પણ ચાહકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. સુનીલ દત્તની ફિલ્મ સાયાનું આ ગીત આજે પણ 

એકદમ તાજું લાગે છે. 

3. એ મેરે વતન કે લોગો...

એ મેરે વતન કે લોગોં.. આ ગીતનો એક અલગ જ ઈતિહાસ છે. લતા મંગેશકરે જ્યારે આ ગીત પંડિત જવાહરલાલ 

નેહરૂ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું ત્યારે પંડિત નેહરૂની આંખો પણ ભીંજાઈ ગઈ હતી. આ ગીત સાથે કરોડો દેશવાસીઓની 

લાગણી જોડાયેલી છે. 

4. યારા સિલી સિલી..

ગુલઝાર સાહેબે લખેલા આ ગીતને લતાજીએ ખૂબ જ સરસ અવાજમાં ગાયું હતું. 

5. શીશા હો યા દિલ હો...

6. જાનેં ક્યોં લોગ મોહબ્બત..

7. દિલ તો પાગલ હૈ...

8. દો પલ રૂકા ખ્વાબોં કા કારવાં...

9. બાહોં મેં ચલે આઓ...

10. જાને ક્યાં બાત હૈ...

11. ઈસ મોડ સે જાતે હૈ....

12. પરદેસીયા યૈ સચ હૈ પિયા...

13. કભી ખુશી કભી ગમ....

14. મૈં તો કબ સે ખડી ઉસ પાર...

15. મેરી આવાજ હી પહચાન હૈ...

16. દીદી તેરા દેવર દીવાના...

17. પિયા બિના પિયા બિના...

18. લુકા છુપી બહુત હુઈ...

19. મૈં ચલી મૈં ચલી...

20. તુમ હી મેરે મંદિર...


Tags :