ગાયીકા અને ડાન્સર સપના ચૌધરી પર રૂ.ચાર કરોડની છેતરપીંડીનો આરોપ
- ડાન્સ પ્રોગ્રામ માટે પૈસા લઇ પરફોર્મ નહીં કરતા પાંચ લોકોએ દિલ્હીમાં ફરીયાદ કરતાં સપના ફસાઇ
નવી દિલ્હી,તા.૧૨, ફેબ્રુઆરી,2021 શુક્રવાર
હરિયાણાની લોકપ્રિય ગાયીકા અને ડાન્સર સપના ચૌધરીનો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડવાનો વારો આવ્યો હતો. દિલ્હી પોલસે તેમની વિરૃધ્ધ એફઆઇઆર દાખલ કરતા સપના ફસાઇ હતી. લોકપ્રિયતાનેે કેશ કરવાના પ્રયાસમાં સપના વિરૃધ્ધ પાંચ જણાએ છેતરપીંડીની ફરીયાદ કરી હતી. જો કે દિલ્હી પોલીસે માધ્યમોને આ અંગેની જાણકારી આપી ન હતી, પણ એફઆઇઆર થયા પછી પોલીસ તેને ગમે ત્યારે જવાબ લેવા બોલાવશે.
દિલ્હી પોલીસને મળેલી માહિતી અનુસાર દિલ્હી અને હરિયાણાના પાંચ લોકોએ સપના ચૌધરીને કેટલાક કાર્યક્રમમાં આવવા માટે કરાર કર્યો હતો. પરંતુ સપના ડાન્સ પરફોર્મ કરવા ગઇ નહતી. પરિણામે પાંચે જણાએ પોલીસ ફરીયાદ કરી હતી. કુલ રૃપિયા ચાર કરોડ લઇ સપનાએ કાર્યક્રમમાં હાજરી આપવા તૈયારી બતાવી હતી.
પરંતુ સપના પ્રોગ્રામ કરવા ગઇ નહતી. તેની વિરૃધ્ધ ફરીયાદ કરનાર ત્રણ જણા દિલ્હીના છે અને બે જણા હરિયાણાના રહેવાસી છે.ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં સપનાના ભાઇ એ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સામે પોલીસ કેસ કર્યો હતો. સપનાના ભાઇ વિકાસનું કહેવું હતું કે લુધિયાણામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રૃપિયા આઠ લાખનો કરાર થયો હતો, પરંતુ અમને માત્ર છ લાખ જ આપ્યા હતા, એટલે ફરીયાદ કરી હતી.