Get The App

હાઇવે પર ચાંદીના ટુકડા વેરાયા, લોકોએ મનમૂકીને વિણવા માંડયા, અનોખી ઘટના ઘટી

ટ્રકમાં ચાંદી ભરેલી બેગો ખૂલી જતાં ચાંદીના ટુકડા રોડ પર પડયા

મફતની ચાંદી ઉઠાવવા માટે લોકોની ભીડ જમા થઇ હતી.

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
હાઇવે પર ચાંદીના ટુકડા વેરાયા, લોકોએ  મનમૂકીને વિણવા માંડયા, અનોખી ઘટના ઘટી 1 - image

નવી દિલ્હી,૬ જાન્યુઆરી,૨૦૨૬,મંગળવાર 

કોઇને મોટો ફાયદો થાયતો ચાંદી થઇ ગઇ એવો રુઢિપ્રયોગ બોલવામાં આવે છે પરંતુ હાઇવે  પર ચાંદીનો વરસાદ વરસતા ચાંદી વિણવા લોકો ઉમટી પડયા હોવાની દુલર્ભ ઘટના બની હોવાનું વાયરલ થયું છે.  હાઇવે પરથી ચાંદીના નાના ટુકડા ભરીને એક ટ્રક જઇ રહી હતી પરંતુ ટ્રકમાંથી ચાંદીના પેકેટ કોઇ પણ કારણોસર વેરાવા લાગતા હાઇવે પર વરસાદની જેમ વરસવા લાગ્યા હતા.

આ જોઇને મફતની ચાંદી ઉઠાવવા માટે લોકોની ભીડ જમા થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના હાપુડ -બુલંદ શહેર હાઇવે પર ૫ જાન્યુઆરી સોમવારના રોજ બની હતી. લોકો ગાડીઓ રોકીને ચાંદીના ટુકડા વિણવા શરુ કર્યા હતા  આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાંદીના જુના ઝવેરાતના ટુકડા કરીને તેને ઓગાળવા માટે બોરીમાં ભરીને ટ્રક જઉ રહયો હતો. ટ્રકમાંથી એક મોટી બેગ ખુલી જતાં ચાંદીના ટુકડા રોડ પર પડવા શરુ થયા હતા. આ ઘટના હાપુડ -બુલંદ શહેર  હાઇવે નજીક તતારપુર ચોપલા પાસે બની હતી.

ચાંદીની ધાતુ ટ્રકમાંથી નીચે પડવા લાગી તેનું ધ્યાન ટ્રક ચાલકને ધ્યાન પડયું ન હતું પરંતુ કેટલાક રાહદારીઓની અવશ્ય નજર જતાં  ચાંદી વિણવા લાગ્યા હતા. થોડાક સમય પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકો ચાંદી ઉઠાવીને ભાગી ગયા હતા.પોલીસ આસપાસના સીસીટીવી ચેક કરીને ચાંદી ચોરોને પકડવા પ્રયાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદી કોઇ મોટા વેપારીની હતી જે આભૂષણો બનાવવા માટે ટ્રકમાં મોકલી હતી. સોના અને ચાંદી વચ્ચે કિંમત વધવામાં હરિફાઇ ચાલે છે ત્યારે ચાંદી ચોરીની આ ઘટનાએ નવાઇ પેદા કરી છે.