ચેકની પાછળ સહી કરવાની ક્યારે જરુર પડે? મુસિબતમાં ફસાઈ જાઓ તે પહેલા જાણી લો નિયમ
ચેક પાછળ સહી માત્ર બેરર ચેકમાં જ કરવી જરુરી છે
ઓર્ડર ચેકની પાછળ સહી કરવાની કોઈ જરુર હોતી નથી
Image Envato |
તા. 3 સપ્ટેમ્બર 2023, રવિવાર
હાલના સમયમાં મોટાભાગના લોકો ડિઝિટલ સિસ્ટમ દ્વારા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં રુપિયા ટ્રાંસફર કરતા હોય છે. તો કેટલીક બેંકો એવી પણ સુવિધા આપતી હોય છે કે જેમા લાખો રુપિયાની રકમ બેંકમાં ગયા વગર ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ આ દરેક વ્યવસ્થા હોવા છતાં ચેકનો ઉપયોગ ઓછો નથી થયો. આજે પણ ઘણી મોટી સંખ્યામાં લોકો ચેકનો ઉપયોગ કરે છે. જેમા જો તમે પણ બેંકમાં લેવડ દેવડ કરતા હોવ તો તમારા આ દરેક બાબતોને ધ્યાનમાં રાખવી જરુરી છે.
કયા ચેક પાછળ સહી કરવામાં આવે છે...
મોટાભાગના લોકોને એ બાબતની જાણકારી નથી હોતી કે ચેકની પાછળ સહી ક્યારે કરવાની હોય છે. તમને જણાવી દઈએ કે દરેક પ્રકારના ચેકમાં પાછળ સહી કરવાની જરુર નથી હોતી. માત્ર બેરર ચેકની પાછળની બાજુ સહી કરવાની હોય છે જેમા તમારે કેશ રુપિયા લેવાના હોય છે. બાકી અન્ય કોઈ ચેકમાં પાછળ સહી કરવાની જરુર હોતી નથી.
બેરર ચેક (Bearer Cheque) કોને કહેવામાં આવે છે.
જે ચેકમાં તારીખ લખેલી હોય તેમજ નામના જગ્યાએ (Self) લખ્યું હોય, રકમ લખી હોય અને નીચે ખાતેદારે સહી કરેલી હોય ત્યારે આવો ચેક 'બેરર ચેક' કહેવાય છે. આ ચેક જ્યારે કોઈ વ્યક્તિ બૅન્કમાં રજૂ કરે તેને રોકડાં નાણાં મળે છે.
ચેકની પાછળ સહી કરવા માટેના નિયમ
કેટલીક વાર ચેક પર કરવામાં આવેલી સહીને વેરીફાઈ કરવા માટે બેંક ચેકની પાછળ સહી કરવાનું કહેવામાં આવે છે. પરંતુ આ માત્ર ત્યારે જ જરુરી હોય છે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ બેરર ચેક લઈને બેંક પાસે જાય છે. જો તમે પોતે તમારા ખાતામાંથી ચેક દ્વારા પૈસા ઉપાડવા જતા હોય તો ચેકની પાછળ સહી કરવાની જરુર હોતી નથી. આ ઉપરાંત તમે કોઈને Pay ચેક ઓર્ડર આપતા હોય તો તેમા પાછળ સહી કરવાની જરુર હોતી નથી.