Get The App

દિલ્હીની ચોંકાવનારી ઘટના, સ્કૂલમાં બબાલ થતાં 7મા ધોરણના વિદ્યાર્થીનો ચપ્પાના ઘા મારી જીવ લીધો

Updated: Jan 4th, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીની ચોંકાવનારી ઘટના, સ્કૂલમાં બબાલ થતાં 7મા ધોરણના વિદ્યાર્થીનો ચપ્પાના ઘા મારી જીવ લીધો 1 - image


Shocking incident in Delhi: પૂર્વ દિલ્હીના શકરપુર વિસ્તારમાં એક સ્કૂલની બહાર 14 વર્ષીય વિદ્યાર્થીની કથિત રીતે ચપ્પા વડે હત્યા કરવામાં આવી હતી. શનિવારે પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે પીડિતા અને અન્ય કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ આ કથિત ઘટના બની હતી.

મિત્રો સાથે મળીને સ્કૂલના દરવાજા બહાર કર્યો હુમલો

પોલીસે માહિતી આપતાં કહ્યું કે, "આ વિવાદ ત્યારે હિંસામાં બદલાયો જ્યારે એક વિદ્યાર્થીએ તેના ત્રણ-ચાર મિત્રો સાથે મળીને સ્કૂલના દરવાજા બહાર પીડિતા પર હુમલો કર્યો હતો. એક વિદ્યાર્થીએ સ્કૂલમાંથી બહાર આવી રહેલી વિદ્યાર્થીને તેની જમણી જાંઘ પર ચાકુ વડે તીક્ષ્ણ હુમલો કર્યો. જે બાદ વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી."

પોલીસે 7 શકમંદોની અટકાયત કરી

વધુ વિગત આપતાં પોલીસે જણાવ્યું હતું કે, શકરપુર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં સાત શકમંદોની અટકાયત કરવામાં આવી છે, અને તેમની ભૂમિકા અને હત્યા કરવા પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું છે. પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાચવવામાં આવ્યો છે. 


Tags :