India

VIDEO: ગ્રેટર નોઈડામાં સ્કૂલે જતાં વિદ્યાર્થી ઉપર કેબ ડ્રાઈવરે કાર ચઢાવી દીધી, જુઓ CCTV

By GS TEAM
22 Nov 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના બિસરખ વિસ્તારમાં આવેલી અજનારા હોમ્સ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થીને પાછળથી આવતી કારે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિદ્યાર્થી તેની બહેન સાથે સોસાયટીના ગેટ તરફ સ્કૂલે જવા જઈ રહ્યો હતો. સદનસીબે, બાળકને ગંભીર ઈજા થઈ ન હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ગ્રેટર નોઈડામાં સ્કૂલે જતાં વિદ્યાર્થી ઉપર કેબ ડ્રાઈવરે કાર ચઢાવી દીધી, જુઓ CCTV

Shocking CCTV Video: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના બિસરખ વિસ્તારમાં આવેલી અજનારા હોમ્સ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થીને પાછળથી આવતી કારે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિદ્યાર્થી તેની બહેન સાથે સોસાયટીના ગેટ તરફ સ્કૂલે જવા જઈ રહ્યો હતો. સદનસીબે, બાળકને ગંભીર ઈજા થઈ ન હતી.

CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ

આ આખો ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે, અને આ વીડિયો 19મી નવેમ્બરનો હોવાનું કહેવાય છે જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાળક તેની બહેન સાથે દોડી રહ્યો હતો, ત્યારે અચાનક તે લપસી ગયો અને જમીન પર પડી ગયો. બાળક લપસીને પડ્યો કે તરત જ નજીક આવી રહેલી કારનું આગળનું વ્હીલ તેના પર ફરી વળ્યું હતું. 

બાળક કારની નીચે આવી જતાં ભારે હોબાળો મચી ગયો, જેના કારણે કેબ ડ્રાઈવરે તરત જ વાહન રોકી દીધું. સદનસીબે, કેબનું વ્હીલ ફરી વળવા છતાં બાળકને કોઈ મોટી અથવા ગંભીર ઈજા થઈ ન હતી.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રના થાણેમાં કરુણાંતિકા, બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, 4 લોકોના મોત

પરિવારે કોઈ ફરિયાદ નોંધાવી નથી

આ ઘટના બાદ બાળકના પરિવારે આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી. પોલીસે પણ જણાવ્યું છે કે આ મામલે તેમને કોઈ ફરિયાદ મળી નથી. જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.