Get The App

અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા

Updated: Nov 4th, 2022

GS TEAM

Google News
Google News
અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા 1 - image


નવી દિલ્હી,તા.4 નવેમ્બર 2022, શુક્રવાર  

અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીની શુક્રવારે જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કચરામાંથી મળેલી મૂર્તિઓના વિરોધમાં સુરી ગોપાલ મંદિરની બહાર ધરણા પર બેઠા હતા. આ દરમિયાન ભીડમાંથી કોઈએ તેના પર ફાયરિંગ કર્યું. ગોળીઓના અવાજથી અફરાતફરી મચી ગઈ હતી. દિવસે થયેલી હત્યાના પગલે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.પોલીસે હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી શરૂ કરી છે.

સુધીર સૂરી શિવસેના હિન્દુસ્તાનના વડા રહી ચૂક્યા છે. તેમના પર બે થી ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સુધીર સુરી પર હુમલો કરવાની છેલ્લા કેટલાક સમયથી યોજના ઘડવામાં આવી રહી હતી. પોલીસે ગયા મહિને કેટલાક ગેંગસ્ટરોની ધરપકડ પણ કરી હતી.

આ પહેલાં જોઇન્ટ ઓપરેશનમાં 4 ગેંગસ્ટરોની ધરપકડ 

પંજાબમાં, એસટીએફ અને અમૃતસર પોલીસે ગયા મહિને 23 ઓક્ટોબરના રોજ જોઇન્ટ ઓપરેશનમાં 4 ગેંગસ્ટરોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો રિંડા અને લિંડાના ગુલામ હતા. તેમની પૂછપરછમાં સનસનીખેજ ખુલાસા સામે આવ્યા છે. ધરપકડ કરાયેલા ગુંડાઓ શિવસેનાના નેતા સુધીર સૂરી પર હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યાં હતી. આ માટે તેણે રેકી પણ કરી હતી. તેઓ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસ અને એસટીએફે ચારેયને પકડી લીધા હતા. 

આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે, સુરતી પર હુમલો દિવાળી પહેલા કરવાનો હતો. આ ગુંડાઓની ધરપકડથી પંજાબમાં મોટી ઘટના ટળી હતી.

Tags :