કયા ઉદ્યોગપતિ છે ભારતના સૌથી મોટા દાનવીર, કોણે કેટલુ દાન આપ્યુ?
નવી દિલ્હી, તા.24. ઓક્ટોબર 2019 ગુરૂવાર
ભારતના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા અપાતા દાન અંગેની જાણકારી આપતુ એક લિસ્ટ તાજેતરમાં એક એનજીઓ દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે.આ લિસ્ટ થકી જાણવા મળ્યુ છે કે, આ વર્ષે કયા ઉદ્યોગપતિએ કેટલી રકમ દાનમાં આપી છે
આ લિસ્ટ પ્રમાણે જોવામાં આવે તો એચસીએલ કંપનીના ફાઉન્ડર શિવ નાદર ટોપ પર છે.તેમણે એજ્યુકેશન સેક્ટરમાં સૌથી વધુ 826 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
બીજા ક્રમે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી છે. તેમણે શિક્ષણમાં સુધારા કરવા માટે 453 કરોડ રૂપિયાનુ દાન આપ્યુ છે. રિલાયન્સના માલિક મુકેશ અંબાણી 402 કરોડના દાન સાથે ત્રીજા ક્રમે છે. તેમણે પણ શિક્ષણ જગત માટે આ દાન આપ્યુ છે.
ચોથા ક્રમે ઈન્ફોસિસના નંદન નીલકર્ણી છે. તેમણે 204 કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. લિસ્ટમાં કુલ 72 દાનવીરોનો સમાવેશ થયો છે.જોકે મોટાભાગના દાતાઓએ 150 કરોડથી ઓછી રકમ દાન કરી છે.
2013માં જે નવો કાયદો આવ્યો છે તે પ્રમાણે કોર્પોરેટ સેક્ટરની કંપનીઓએ પોતાના નફાની બે ટકા રકમ સામાજીક કાર્યો માટે ખર્ચ કરવી ફરજિયાત છે.