Get The App

ઇકો ફ્રેન્ડલી રાખડી: માટીમાં ભળતાજ છોડ બની જશે આ રાખડી

Updated: Aug 26th, 2023

GS TEAM

Google News
Google News
ઇકો ફ્રેન્ડલી રાખડી: માટીમાં ભળતાજ છોડ બની જશે આ રાખડી 1 - image


નવી દિલ્હી,તા. 26 ઓગસ્ટ 2023, શનિવાર 

ભાઇ-બહેનના પ્રેમનોતહેવાર એટલે રક્ષાબંધન. દેશભરમાં 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. ત્યારે માર્કેટમાં પણ અવનવી ડિઝાઇનની રાખડીઓ આવી ગઇ છે. રાખડી ખરીદવા માટે દેશભરના બજારોમાં ભીડ જોવા મળી રહી છે.

આ દરમિયાન હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક અનોખી રાખડી બનાવવામાં આવી છે. જેનાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.આ રાખડી ભાઈ-બહેનના સંબંધોની સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખશે. 

હિમાચલ પ્રદેશ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ, સ્વ-સહાય જૂથોની મહિલાઓ અહીં ગાયના છાણની રાખડીઓ બનાવી રહી છે. આ ખાસ રાખડી એ પર્યાવરણની સુરક્ષાની દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે.

ગાયના છાણથી બનેલી રાખડી સૌના આકર્ષણનું કેન્દ્ર છે. આ રાખડીની ખાસ વાત એ છે કે, આ ગાયના છાણની રાખડીમાં ફૂલના બીજ નાખવામાં આવ્યા છે. તેમાં ગુલાબ અને તુલસીની સાથે બીજા ઘણા બીજ નાખવામાં આવ્યા છે. જ્યારે આ રાખડીને હાથમાંથી કાઢીને માટીમાં નાખવામાં આવે છે તો તેની જગ્યાએ એક છોડ ઉગશે. હવે આ પ્રકારની ખાસ રાખડીની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે.

હિમાચલ પ્રદેશ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના મુખ્ય કાર્યકારી અધિકારી અનિલ શર્માએ જણાવ્યું હતું કે, મિશન હેઠળ રાજ્યભરના 42 હજાર સ્વ-સહાય જૂથોની 3 લાખથી વધુ મહિલાઓ ગાયના છાણની રાખડીઓ બનાવી રહી છે અને રાજ્યભરમાં તેમની ખૂબ માંગ છે.

શિમલાના ટુટુમાં આવેલી કામનાપુર્ણ ગૌશાળામાં પણ ગાયના છાણની રાખડીઓ બનાવવામાં આવી રહી છે. આમાં પણ ઘણી મહિલાઓ સ્વેચ્છાએ કામ કરી રહી છે. રાખડી ઉપરાંત ગાયના છાણમાંથી ધૂપ, વાસણ, દિવાલ ઘડિયાળ, નેમ પ્લેટ અને દીવા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શિમલામાં પર્યાવરણની સુરક્ષા માટે પાઈનથી બનેલી રાખડીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

Tags :