India

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું

By GS TEAM
6 Mar 20262 mins read
TukuTouch Logo
આ ડ્રોનની સૌથી મોટી શક્તિ તેનું સ્વદેશી મધર-કોડ સોફ્ટવેર છે. આ સોફ્ટવેર દ્વારા અનેક ડ્રોન એકબીજા સાથે કોર્ડિનેટ કરીને પોતે જ હુમલાનો પ્લાન બનાવે છે. જો હુમલા દરમિયાન એકાદ ડ્રોન ખરાબ પણ થઈ જાય, તો બાકીના ડ્રોન હુમલો ચાલુ રાખી શકે છે. આ ટેકનોલોજીને કારણે તે ઈરાનના શાહેદ ડ્રોન કરતા પણ વધુ એડવાન્સ માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું

 Photo from X



Sheshnaag 150 Drone : યુદ્ધના મેદાનમાં હવે મોંઘા મિસાઈલો અને વિમાનોને બદલે સસ્તા પણ અત્યંત ઘાતક ડ્રોનનો દબદબો વધી રહ્યો છે. ઈરાનના શાહેદ-136 અને અમેરિકાના LUCAS ડ્રોને દુનિયાને બતાવ્યું છે કે, કેવી રીતે ઓછી કિંમતના ડ્રોન દુશ્મનની કરોડોની એર ડિફેન્સ સિસ્ટમને પળવારમાં નષ્ટ કરી શકે છે. હવે ભારત પણ આ ડ્રોન વોરફેરમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.

શું છે શેષનાગ-150?

બેંગલુરુ સ્થિત કંપની ન્યૂસ્પેસ રિસર્ચ ટેકનોલોજીસ (NRT) દ્વારા વિકસાવવામાં આવેલું 'શેષનાગ-150' એ સંપૂર્ણપણે સ્વદેશી લાંબી દૂરીનું 'લોયટરિંગ મુનિશન' (Loitering Munition) ડ્રોન છે.

શેષનાગ-150ની ખાસિયતો

રેન્જ અને ક્ષમતા: ડ્રોન 1000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે અને હવામાં સતત 5 કલાકથી વધુ સમય સુધી ઉડી શકે છે.

ઘાતક હુમલો:  25 થી 40 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકો (Warhead) લઈ જઈ શકે છે, જે દુશ્મનની ઇમારતો, રડાર અને વાહનોને તોડી પાડવા માટે પૂરતા છે.

સ્વર્મ એટેક (Swarm Attack): આ ડ્રોન એકલું નહીં, પરંતુ એકસાથે અનેક ડ્રોનના ઝુંડમાં હુમલો કરી શકે છે. આનાથી દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ પર દબાણ વધે છે અને તે ફેલ થઈ જાય છે.

GPS વગર પણ કામ કરશે: જો દુશ્મન દેશ GPS જામ કરી દે, તો પણ આ ડ્રોન તેના ખાસ 'વિઝ્યુઅલ નેવિગેશન સિસ્ટમ' (કેમેરા) દ્વારા રસ્તો શોધી હુમલો કરી શકે છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ઈરાનનું મોટું એલાન, અમેરિકા-ઈઝરાયલ અને તેમના સમર્થકો માટે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ

સ્વદેશી 'મધર-કોડ'ની તાકાત

આ ડ્રોનની સૌથી મોટી શક્તિ તેનું સ્વદેશી મધર-કોડ સોફ્ટવેર છે. આ સોફ્ટવેર દ્વારા અનેક ડ્રોન એકબીજા સાથે કોર્ડિનેટ કરીને પોતે જ હુમલાનો પ્લાન બનાવે છે. જો હુમલા દરમિયાન એકાદ ડ્રોન ખરાબ પણ થઈ જાય, તો બાકીના ડ્રોન હુમલો ચાલુ રાખી શકે છે. આ ટેકનોલોજીને કારણે તે ઈરાનના શાહેદ ડ્રોન કરતા પણ વધુ એડવાન્સ માનવામાં આવે છે.

શા માટે હવે આ ડ્રોન અનિવાર્ય બન્યું?

તાજેતરમાં યુક્રેન યુદ્ધ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના 'ઓપરેશન સિંદૂર' જેવી ઘટનાઓએ સાબિત કર્યું કે સસ્તા ડ્રોન કેટલા ખતરનાક હોઈ શકે છે. પાકિસ્તાને સેંકડો સસ્તા ડ્રોન દ્વારા ભારતને થકવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે અસરકારક ડ્રોન ટેકનોલોજીથી જવાબ આપ્યો હતો.

ભવિષ્યનું હથિયાર

શેષનાગ-150 અત્યારે પરીક્ષણના તબક્કામાં છે અને તેને વર્લ્ડ ડિફેન્સ શોમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જો આ ડ્રોન ભારતીય સેનામાં સામેલ થશે, તો ભારતની સૈન્ય શક્તિમાં ધરખમ વધારો થશે.