'H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી', ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર
Shashi Tharoor On H-1B Visa : યુએસ રાષ્ટ્રપતિ દ્વારા H-1B વિઝા પર લાદવામાં આવેલા ભારે ફીને લઈને કોંગ્રેસના સાંસદ શશી થરૂરનું મોટું નિવેદન સામે આવ્યું છે. થરૂરે કહ્યું કે, 'ટ્રમ્પનું આ પગલું અમેરિકા તરફથી ભારત માટે ત્રીજા ફટકા તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે આ વિઝા ઉચ્ચ કુશળ ભારતીયોને યુએસમાં કામ કરવાની મંજૂરી આપે છે. જોકે, લાંબા ગાળે ભારત માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે.'
'આપણે હંમેશા પોતાને પીડિત તરીકે ન જોવું જોઈએ'
શશિ થરૂરે કહ્યું કે, 'આપણે H-1B મુદ્દાને લઈને નિરાશાવાદી બનવાની જરૂર નથી. આ ફક્ત ધાર્યા વગરનો માત્ર એક ઝટકો છે. તેનાથી કેટલાક વ્યક્તિઓ અને કંપનીઓને કામચલાઉ નુકસાન થશે. પરંતુ મીડિમય-ટર્મના પ્રતિક્રિયાઓ શક્ય છે, જે લાંબા ગાળે આપણી સ્થિતિ મજબૂત બનાવી શકે છે. આપણે હંમેશા પોતાને પીડિત તરીકે ન જોવું જોઈએ.'
શશી થરૂરનો દ્રષ્ટિકોણ કોંગ્રેસથી અલગ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં પૂર્વ મંત્રી શશી થરૂરે એક એવો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો, જે તેમની પાર્ટી કરતા નોંધપાત્ર રીતે અલગ અને સંતુલિત હતો. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ H-1B વિઝા, યુએસ-ભારત વેપાર ટેરિફ અને અન્ય વિવાદો જેવા મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીને નબળા વડાપ્રધાન ગણાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર વિદેશ નીતિને ફક્ત ગળે લગાવવાની યુક્તિ સુધી ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.
શશિ થરૂરે ટ્રમ્પના વર્તન વિશે વાત કરી
જોકે, ધ વાયર સાથેના ઈન્ટરવ્યૂમાં શશિ થરૂરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અસ્થિર અને અણધાર્યા સ્વભાવ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, 'જો ટ્રમ્પ આ વર્ષની શરૂઆતમાં આપણા માટે નકારાત્મક રીતે અણધાર્યા બની શકે છે, તો તેઓ આગામી મહિનાઓ અને વર્ષોમાં આપણા માટે સકારાત્મક રીતે અણધાર્યા સાબિત થઈ શકે છે.'
કોંગ્રેસ સેનાએ તર્ક દેતા કહ્યું કે, ' H-1B વિઝાના નિર્ણયને લઈને ઘણાં વિશ્લેષકોનું માનવું છે કે, ભારે ફી વિઝા પ્રોગ્રામ પ્રભાવી રીતે ખત્મ થઈ જશે અને જેનું પરિણામ ભારતના પક્ષમાં આવશે.'