Get The App

તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્યતા

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્યતા 1 - image


Kerala local body elections : કેરળમાં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને નેતૃત્વ હેઠળ UDFનો વિજય થયો છે. લેફ્ટ પાર્ટીઓના LDFએ સારી એવી ટક્કર આપી. જોકે આ ચૂંટણીમાં તિરુવનંતપુરમ નગર નિગમ સૌથી વધુ ચર્ચામાં રહ્યું. અહીં 45 વર્ષ સુધી લેફ્ટના શાસન બાદ પહેલીવાર કમળ ખીલ્યું. તિરુવનંતપુરમ લોકસભા બેઠકથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર સાંસદ પણ છે. એવામાં આ ક્ષેત્રમાં કોંગ્રેસ અને લેફ્ટનું વર્ચસ્વ હતું ત્યાં હવે ભાજપનો ઉદય થયો છે. જોકે એનાથી પણ વધુ રોમાંચક વાત છે કે કોંગ્રેસ નેતા શશી થરૂરે આ જીત માટે ભાજપને શુભકામના પાઠવી છે. જે કોંગ્રેસના અન્ય નેતાઓને નહીં ગમે. 

UDFની જીત પર પ્રતિક્રિયા 

શશી થરૂરે સૌ પ્રથમ કોંગ્રેસ ગઠબંધન UDFને શુભકામના પાઠવતા કહ્યું, કે કેરળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પરિણામ આવ્યા. વિભિન્ન નગર નિગમમાં જીત માટે UDFને હાર્દિક શુભકામના. આટલું મોટું જનસમર્થન આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સશક્ત સંકેત આપે છે. 2020ની સરખામણીમાં સારા પરિણામ આવ્યા.' 

જનાદેશનું સન્માન કરવું જોઈએ: ભાજપને થરૂરના વધામણાં 

બાદ થરૂરે ભાજપને પણ શુભકામના આપતા કહ્યું, હું તિરુવનંતપુરમના પરિણામ પણ સ્વીકારું છું અને ઐતિહાસિક જીત માટે ભારતીય જનતા પાર્ટીને વિનમ્ર શુભકામના પાઠવું છે. મેં 45 વર્ષોના LDFના કુશાસનથી મુક્તિ માટે પ્રચાર કર્યો પણ અંતે મતદારોએ એવા પક્ષને મત આપ્યા છે શાસનમાં સ્પષ્ટ બદલાવની માંગ કરી રહ્યો હતો. આ લોકશાહીની સુંદર તસવીર છે. જનાદેશનું સન્માન કરવું જોઈએ. 

તિરુવનંતપુરમમાં ભગવો લહેરાતા થરૂરનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના અન્ય નેતાઓ વાંધો ઉઠાવે તેવી શક્યતા 2 - image

કેમ ખાસ છે તિરુવનંતપુરમ? 45 વર્ષ બાદ કમળ ખીલ્યું 

તિરુવનંતપુરમ કેરળનું પાટનગર છે અને રાજકીય દૃષ્ટિથી પણ આ જિલ્લો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. તિરુવનંતપુરમ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા કેન્દ્રીય મંત્રી શશી થરુર સતત ચાર વખતથી સાંસદથી તરીકે ચૂંટાયા છે. આ ક્ષેત્રમાં કોંગ્રેસ તથા લેફ્ટનું વર્ચસ્વ માનવામાં આવતું હતું. જોકે હવે નગર નિગમમાં ભાજપના વિજયથી દક્ષિણના રાજ્યમાં સમીકરણ બદલાયા છે. તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીએ 101માંથી 50 વૉર્ડ પર જીત નોંધાવી છે. LDF(લેફ્ટ ગઠબંધન)ની 29 જ્યારે UDF (કોંગ્રેસ ગઠબંધન)ની 19 વૉર્ડ પર જીત થઈ છે. 

કેરળમાં લેફ્ટ પર કોંગ્રેસનું ગઠબંધન ભારે પડ્યું 

સમગ્ર કેરળની વાત કરીએ તો કુલ 1,199 વૉર્ડમાંથી કોંગ્રેસ ગઠબંધન 3155, લેફ્ટ ગઠબંધન 2565 જ્યારે ભાજપ ગઠબંધન 577 વૉર્ડ પર આગળ છે. 532 વૉર્ડ પર અપક્ષ ઉમેદવારો બાજી મારી શકે છે.