India

ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં 'મહાભારત', થરુર રાષ્ટ્રપતિ ભવન જતાં પવન ખેડાનો ટોણો

By GS TEAM
6 Dec 20253 mins read
TukuTouch Logo
કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ફરી એકવાર ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે અને આ વિવાદના કેન્દ્રમાં ફરી એકવાર વરિષ્ઠ નેતા શશી થરૂર છે. 5 ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષ તરફથી માત્ર કોંગ્રેસના સાંસદ શશી થરૂરને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે તેમાં હાજરી પણ આપી. જોકે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આમંત્રણ ન મળતા, થરૂર હવે તેમની જ પાર્ટીના નેતાઓના નિશાને આવી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં 'મહાભારત', થરુર રાષ્ટ્રપતિ ભવન જતાં પવન ખેડાનો ટોણો

Shashi Tharoor Invited to Putin Dinner: કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ફરી એકવાર ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે અને આ વિવાદના કેન્દ્રમાં ફરી એકવાર વરિષ્ઠ નેતા શશી થરુર છે.  5 ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષ તરફથી માત્ર કોંગ્રેસના સાંસદ શશી થરુરને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે તેમાં હાજરી પણ આપી. જોકે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આમંત્રણ ન મળતાં, થરુર હવે તેમની જ પાર્ટીના નેતાઓના નિશાને આવી ગયા છે.

પવન ખેડાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય

કોંગ્રેસના નેતા પવન ખેડાએ શશી થરુરના ડિનરમાં જઈ આવવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને સવાલ ઉઠાવ્યો કે શું થરુરને આ 'રમત' વિશે ખબર નહોતી. તેમણે કહ્યું કે, 'જ્યારે મારા નેતાઓને આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ મને આપવામાં આવે છે, તો આપણે સમજવું જોઈએ કે આ રમત શા માટે રમાઈ રહી છે, કોણ આ રમત રમી રહ્યું છે અને આપણે તેનો ભાગ શા માટે ન બનવું જોઈએ..."

પવન ખેડાએ આગળ કહ્યું કે, 'આમંત્રણ મોકલવામાં આવ્યું અને તે સ્વીકાર પણ કરવામાં આવ્યું તે આશ્ચર્યજનક છે. દરેકની અંતરાત્માનો એક અવાજ હોય છે.'

ડિનરમાં જતાં પહેલા શશી થરુરનું નિવેદન

ડિનરમાં જોડાતાં પહેલા શશી થરુરે પણ એક નિવેદન આપ્યું હતું કે, 'હું ચોક્કસપણે ડિનરમાં હાજરી આપીશ.' જોકે, તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે વિપક્ષના નેતાઓને ન બોલાવવા તે યોગ્ય નથી. થરુરે કહ્યું, 'મને ખબર નથી કે આમંત્રણ કયા આધારે મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ હું ચોક્કસ જઈશ. પરંતુ તે પણ યોગ્ય નથી કે વિપક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા નથી.'

જોકે જયરામ રમેશે પણ X પર એ વાતની પુષ્ટિ કરી હતી કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બંનેને પુતિન સાથેના ડિનરમાં આમંત્રણ મળ્યું ન હતું.

રાહુલ ગાંધીના આરોપો અને સરકારનો ઈનકાર

આ ઘટના પહેલાં 4 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વિદેશી ડેલિગેશનોને મળવા માટે વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવાની પરંપરા તોડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, સરકારે આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે, '9 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા ત્યારથી તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સહિત ઓછામાં ઓછા ચાર રાષ્ટ્રાધ્યક્ષોને મળી ચૂક્યા છે.'

આ પણ વાંચો: ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન

અગાઉ પણ વિવાદોમાં ઘેરાયા છે શશી થરુર

આ પ્રથમ વખત નથી જ્યારે શશી થરુરને પોતાની જ પાર્ટીના સભ્યોની ટીકાનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ 'ઓપરેશન સિંદૂર' પર વિદેશમાં ભારતીય ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેમની ટીકા થઈ હતી. તાજેતરમાં, પીએમ નરેન્દ્ર મોદીની લોર્ડ મેકોલે પરની સ્પીચ વખતે તેમની હાજરી અને ત્યારબાદ કરેલી તેમની પ્રશંસા પર પણ પાર્ટીના સાથીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.