અયોધ્યામાં શરમજનક ઘટના, 69 વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમની ધરપકડ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં શરમજનક ઘટના, 69 વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મ, 3 નરાધમની ધરપકડ 1 - image


Image: Freepik

Gang Rape Case in Ayodhya: અયોધ્યાના કુમારગંજ વિસ્તારમાં એક ગામના વૃદ્ધ મહિલાએ ચાર લોકો પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે ચારેય વિરુદ્ધ દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધીને મહિલાને મેડીકલ તપાસ માટે મોકલ્યા છે. દુષ્કર્મના મામલે બે કિશોર અને એક આધેડની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસનું કહેવું છે કે ચોથા આરોપીની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે. 

મળતી માહિતી અનુસાર કુમારગંજ વિસ્તારના એક ગામના 69 વર્ષીય વૃદ્ધ મહિલાએ આરોપ લગાવ્યો છે કે 23 સપ્ટેમ્બરની રાતે ગામના ચાર લોકોએ તેમની સાથે દુષ્કર્મ આચર્યું. સાથે જ ઘટનાનો વીડિયો પણ બનાવી દેવાયો. વીડિયો વાયરલ થયા બાદ જ્યારે તેની જાણકારી રેપ પીડિતા વૃદ્ધ મહિલાના પુત્રને થઈ. પુત્ર દૂર શહેરમાં રહે છે.

ઘટનાની જાણકારી પીડિતાના પુત્રને થઈ તો તે પ્રદેશથી ગામ પહોંચ્યો, પોતાની માતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચીને દુષ્કર્મ આરોપીઓ વિરુદ્ધ માહિતી આપી. માહિતીના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ છે ઘટનાક્રમ

મળતી માહિતી અનુસાર ગામનો એક આધેડ વ્યક્તિ ગામના એક વૃદ્ધ મહિલાની સાથે ટ્યૂબવેલની અંદર બેસીને દારૂ પી રહ્યો હતો. ત્યારે ગામનો બીજો આધેડ પણ ત્યાં પહોંચી ગયો. પહેલેથી જે આધેડ દારૂ પી રહ્યો હતો. તે ટ્યૂબવેલથી નીકળીને નજીકના કાલી મંદિર તરફ જતો રહ્યો. ત્યારે આધેડે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન ગામના બે કિશોરોએ ઘટના સ્થળે પહોંચીને દુષ્કર્મનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. વાયરલ વીડિયોની જાણકારી જ્યારે દુષ્કર્મ પીડિતા મહિલાના પુત્રને થઈ તો તેણે ગામમાં પહોંચીને પોતાની માતાને હકીકત જણાવી.  


Google NewsGoogle News