Get The App

ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્રોસ

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્રોસ 1 - image


Stock Market Today: સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારે આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શરૂઆત કરી છે. સેન્સેક્સ ખૂલતાંની સાથે જ 500 પોઈન્ટ ઉછળ્યો હતો. જે બાદમાં 771.16 પોઈન્ટ વધી 82492.24 થયો હતો. રોકાણકારોની મૂડીમાં રૂ. 3 લાખ કરોડનો વધારો થયો હતો.

નિફ્ટી50 પણ સળંગ બીજા ટ્રેડિંગ સેશનમાં સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. જે આજે 25000નું લેવલ ક્રોસ કરતાં 25079.20 થયો હતો. 10.34 વાગ્યે 103.60 પોઈન્ટના ઉછાળે 24956.60 પર કારોબાર થઈ રહ્યો હતો. આ સમયે સેન્સેક્સ પણ 357.91 પોઈન્ટના ઉછાળે 82078 પર ટ્રેડેડ હતો.ઓટો શેર્સમાં આજે ધૂમ ખરીદી જોવા મળી છે. એમઆરએફનો શેર આજે 2.39 ટકા ઉછળી 147095ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.89 ટકા, હીરો મોટોકોર્પ 1.77 ટકા, ટાટા મોટર્સ 1.71 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. 

શેરબજારમાં ઉછાળાના કારણો

ભારતનો આર્થિક વૃદ્ધિ દર સતત વધી રહ્યો છે. આ સાથે ભારત 4 લાખ કરોડ ડોલરની ઈકોનોમી સાથે જાપાનને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યો છે. વિવિધ રેટિંગ એજન્સીઓએ આગળ પણ જીડીપી ગ્રોથ વેગવાન રહેવાનો આશાવાદ આપ્યો છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન પ્રોડક્ટ્સ પર ટેરિફ ડેડલાઈન વધારતાં અન્ય દેશોને પણ આ રાહત મળે તેવો સંકેત આપ્યો છે.  સેક્ટોરલ સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ બન્યા છે. બાયિંગ વેલ્યૂ વધી છે. આજે મોટાભાગના સેક્ટરોલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં.

ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્રોસ 2 - image

Tags :