પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરે દીકરીને આપ્યો જન્મ, શું બાળકીને ભારતની નાગરિકતા મળશે?
Seema Haider Daughter: વર્ષ 2023માં પોતાના પ્રેમ માટે પાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવેલી સીમા હૈદરને કોણ નથી જાણતું. PUBG ગેમ રમતા-રમતા સચિન મીણા સાથે પ્રેમમાં પડી ગયેલી સીમા હૈદરે ભારત આવીને સચિન સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારથી તે ઉત્તર પ્રદેશના નોઈડામાં પોતાના પતિ સચિન સાથે રહે છે. બંનેની પ્રેમ કહાની આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી. ત્યારે હવે સીમા હૈદર અને સચિન મીણાના ઘરે પારણું બંધાયું છે. સીમા હૈદરે દીકરીને જન્મ આપ્યો છે.
પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરે દીકરીને આપ્યો જન્મ
સીમા હૈદરેને પોતાના પહેલા પતિથી ચાર બાળકો છે. જે સીમા સાથે જ પાકિસ્તાનથી ભારત આવી ગયા હતા. સીમા હૈદરે સોમવારે ગ્રેટર નોઈડાના કૃષ્ણા હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. સીમા હૈદરે ભારતમાં દીકરીને જન્મ આપતા જ હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે, શું તેની દીકરીને ભારતીય નાગરિકતા મળશે? તો ચાલો તમને જણાવીએ કે, આ અંગે કાયદો શું કહે છે.
સીમા હૈદરની દીકરીને ભારતની નાગરિકતા મળશે?
સીમા હૈદરે 2023માં નેપાળમાં જ હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે સચિન મીણા સાથે લગ્ન કરી લીધા હતા. હવે બંનેને એક દીકરી થઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે, સીમા હૈદરને હજુ સુધી ભારતની નાગરિકતા નથી મળી. પરંતુ તેમ છતાં તે ભારતમાં રહે છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું તેની દીકરીને ભારતની નાગરિકતા મળી શકશે?
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સે અંતરિક્ષને કહ્યું 'અલવિદા', 17 કલાક બાદ પૃથ્વી પર કરશે લેન્ડિંગ
હવે આ અંગે કાયદાની વાત કરીએ તો ભારતીય નાગરિકતા અધિનિયમ, 1955 પ્રમાણે ભારતમાં જન્મેલા કોઈપણ બાળકને ભારતની નાગરિકતા ત્યારે મળે છે. જ્યારે તેના માતા-પિતામાંથી એક ભારતીય નાગરિક હોય અને બીજો ગેરકાયદે પ્રવાસી ન હોય. બીજી તરફ સીમા હૈદરે ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. આવી સ્થિતિમાં તેની દીકરીને ભારતીય નાગરિકતા મેળવવામાં ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
PUBG ગેમથી શરૂ થઈ હતી લવ સ્ટોરી
વર્ષ 2023માં સીમા હૈદર ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ PUBG દ્વારા ભારતના સચિન મીણાને મળી હતી. ત્યારબાદ બંને વચ્ચે સતત વાતો થતી રહી. ત્યારબાદ બંનેને પ્રેમ થઈ ગયો અને બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો. સીમા હૈદર 2023માં નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. આ કેસના કારણે સીમા હૈદરને આશ્રય આપવા બદલ સચિન મીણાની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે સચિને જણાવ્યું કે, મેં સીમા હૈદર સાથે નેપાળમાં જ હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. બંને પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા.