Get The App

મનમોહન સિંહ વાદળી રંગની પાઘડી જ કેમ પહેરતા હતા? કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે છે કનેક્શન

Updated: Dec 27th, 2024

GS TEAM


Google News
Google News
મનમોહન સિંહ વાદળી રંગની પાઘડી જ કેમ પહેરતા હતા? કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે છે કનેક્શન 1 - image


Secret Behind Manmohan Singh Blue Turban: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનથી આખો દેશ શોકમાં છે. તેઓ એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી, આરબીઆઈના પૂર્વ ગવર્નર, આધુનિક ભારતીય અર્થતંત્રના શિલ્પ જેમણે સરકારનું નેતૃત્વ કર્યું હતું. તેમનું ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હીની AIIMS ખાતે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર શનિવારે સંપૂર્ણ સરકારી સન્માન સાથે કરવામાં આવશે. સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહ હંમેશા વાદળી રંગની પાઘડીમાં જોવા મળતા હતા. જોકે, તેમની પાઘડીના આ રંગનું રહસ્ય શું હતું, આ અંગે તેમણે જ જાહેર કર્યું હતું.

વાદળી રંગનું રહસ્ય શું છે?

વાદળી રંગની પાઘડીમાં અંગે ડૉ. મનમોહન સિંહે જણાવ્યું હતું કે, 'મારી પાઘડીનો વાદળી રંગ અલ્મા મેટર કેમ્બ્રિજ યુનિવર્સિટી માટે આદરનું પ્રતીક છે.' વર્ષ 2006માં ડૉ. મનમોહન સિંહને કાયદાની ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે આ રહસ્ય ખોલ્યું હતું.

આ પણ વાંચો: ભારત પાસે માત્ર 15 દિવસનું ફોરેક્સ રિઝર્વ બચ્યું હતું અને મનમોહન સિંહે ઐતિહાસિક બજેટ રજૂ કરી અર્થતંત્ર બચાવ્યું


ડૉ. મનમોહન સિંહે વર્ષ 1954માં પંજાબ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ફર્સ્ટ ક્લાસ માસ્ટર્સ કર્યું અને યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે વર્ષ 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સમાં ફસ્ટ ક્સાલ ઓનરની ડિગ્રી મેળવી હતી. ઑક્ટોબર 2006માં તેમણે આ ડિગ્રી મેળવ્યાના લગભગ 50 વર્ષ પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટ ઓફ લોની પદવી એનાયત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'મારી પાઘડીનો રંગ જુઓ. વાદળી રંગ પ્રિય છે અને મારા કેમ્બ્રિજના દિવસોની યાદ અપાવે છે. કેમ્બ્રિજમાં મારા સાથીદારો મને પ્રેમથી 'બ્લુ ટર્બન' કહેતા હતા.'

મનમોહન સિંહ વાદળી રંગની પાઘડી જ કેમ પહેરતા હતા? કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે છે કનેક્શન 2 - image

Tags :