ફેમિલી કોર્ટમાં હાજર ન થઈ SDM જ્યોતિ મૌર્ય, પતિએ આપી સમાધાનની ઓફર
મનીષ પર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી બીજા કોઈનો પરિવાર ના વિખરાય : આલોક
મનીષ પર સખત કાર્યવાહી કરવા માટે આલોકે માંગણી કરી હતી
Image Twitter |
તા. 11 જુલાઈ 2023, મંગળવાર
એસડીએમ જ્યોતિ મૌર્ય અને તેના પતિ આલોક મોર્યના પરિવારનો મામલો કોર્ટમાં પહોચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ પરિવારની વાત દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમા આજે એટલે મંગળવારના રોજ આ બન્નેને પ્રયાગરાજની ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ SDM જ્યોતિ મૌર્ય કોર્ટમાં હાજર રહ્યા નહોતા. જો કે આલોક મોર્ય અદાલતમાં હાજર રહ્યા હતા. જ્યોતિ મોર્ટના વકીલે તેના હાજર ન રહેવા બદલ માફી અરજી કરી હતી.
મનીષ પર સખત કાર્યવાહી કરવા માટે આલોકે માંગણી કરી હતી.
એસડીએમના પતિ આલોક મોર્યએ કોર્ટમાં કહ્યુ હતું કે, તેમને તેના બાળકોને મળવાની મંજુરી આપવામાં આવે. આલોક ઈચ્છે છે કે બાળકો તેમની પાસે રહે. આ સાથે જ મનીષ પર સખત કાર્યવાહી કરવા માટે આલોકે માંગણી કરી હતી. તેમનુ કહેવું જે આરોપ મનીષ પર લગાવવામાં આવ્યા હતા તેમા તે દોષિત જાહેર થયા છે.
મનીષ પર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી બીજા કોઈનો પરિવાર ના વિખરાય : આલોક
આલોકનું કહેવું છે કે, મનીષ પર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ બીજાનું પરિવાર ના વિખરાય. આ સાથે જ્યોતિ મોર્ય પર લગાવવામાં આવેલા આરોપ બેબુનિયાદ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે મારી દિકરીઓ માટે જ્યોતિ મોર્ય સાથે સમાધાન કરવા માટે તૈયાર છું. પરંતુ દોષિત પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે.
જ્યોતિ સાથે 2010મા લગ્ન થયા હતા ત્યારે બધુ સારુ હતું : આલોક
વાસ્તવમાં એસડીએમ જ્યોતિ મોર્યના પતિ આલોકકુમારથી અલગ થવા માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આલોક મોર્યના કહેવા પ્રમાણે જ્યોતિ સાથે 2010મા લગ્ન થયા હતા ત્યારે બધુ સારુ હતું પરંતુ જ્યારે 2015માં એસડીએમ બન્યા પછી તેનો સંપર્ક મનીષ સાથે થયો ત્યાર બાદ જ્યોતિએ અલગ થવાની અરજી કરી છે.