India

SCO સમિટમાં કઈ વાતથી નારાજ થયું ભારત? રાજનાથ સિંહે સહી ન કરી

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠન(SCO)ના શિખર સંમેલનમાં હિસ્સો લેવા ચીન પહોંચ્યા છે. તેમણે SCO સમિટના જોઇન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ભારત આ સંમેલનમાં આતંકવાદનો મુદ્દો સામેલ કરવા માગતા હતાં. પરંતુ તેમ ન થતાં રાજનાથ સિંહે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. તેમણે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ સાથે મુલાકાત પણ કરી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

SCO સમિટમાં કઈ વાતથી નારાજ થયું ભારત? રાજનાથ સિંહે સહી ન કરી

SCO Summit 2025: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠન(SCO)ના શિખર સંમેલનમાં હિસ્સો લેવા ચીન પહોંચ્યા છે. તેમણે SCO સમિટના જોઇન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ભારત આ સંમેલનમાં આતંકવાદનો મુદ્દો સામેલ કરવા માગતા હતાં. પરંતુ તેમ ન થતાં રાજનાથ સિંહે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. તેમણે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ સાથે મુલાકાત પણ કરી નથી.

પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ભારત અનેક વખત આતંકવાદનો મુદ્દો વૈશ્વિક મંચ પર ઉઠાવી ચૂક્યું છે. હવે ફરી એકવાર ભારત આ મુદ્દાને SCO સમિટના જોઇન્ટ સ્ટેટમેન્ટમાં સામેલ કરવા માગતા હતા, પરંતુ તેમ બન્યું નહીં. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સમિટમાં પાકિસ્તાન અને આતંકવાદ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચોઃ 'આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે...', રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ

આતંકવાદના મુદ્દા પર બોલ્યા રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું છે કે, આતંકવાદના દોષિતો, ફંડિંગ પૂરું પાડનારા લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ. તેનાથી છૂટકારો મેળવવાના માપદંડ અપનાવવા જોઈએ. અમુક દેશ આંતકવાદીઓને આશરો આપી રહ્યા છે. તેઓ સરહદ પાર નીતિગત સાધન રૂપે આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે. 

આતંકવાદ માટે બેવડું વલણ હોવું જ જોઈએ નહીં

રાજનાથ સિંહે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પહલગામ આતંકી હુમલો લશ્કર-એ-તૈયબા જેવા આતંકી હુમલા જેવો હતો. ભારત ક્યારેય આતંકવાદ સહન કરશે નહીં. આતંકવાદથી છૂટકારો મેળવવામાં બેવડા માપદંડોને કોઈ સ્થાન નથી. તેમાંથી છૂટકારો મેળવવા માટે બમણા માપદંડો અને બેવડું વલણ ધરાવતા દેશોની આકરી ટીકા કરવી જરૂરી છે.