MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી
Dhar School Girl Kidnapping: મધ્ય પ્રદેશના ધારમાં એક વિદ્યાર્થીનીની ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ મચી ગયો છે. આ કિડનેપિંગની ઘટનાને ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં અંજામ આપવામાં આવ્યો હતો. કિડનેપિંગ બાદ ગ્રામજનોના એક જૂથે કિડનેપર્સનો પીછો કર્યો અને 20 કિલોમીટરના અંતરે વિદ્યાર્થીનીનું રેસ્ક્યૂ કર્યું.
આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોમવારે ધારના ગંધવાણી બસ સ્ટેન્ડ નજીક વિદ્યાર્થીનીના કિડનેપિંગ પછી આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. 12માં ધોરણની એક વિદ્યાર્થીની ATM નજીક ઊભી હતી. ત્યારે ત્યાં કિડનેપર્સ આવી ટપક્યા.
કિડનેપર્સ મહિન્દ્રા બોલેરોમાં આવ્યા હતા. જલદી કાર ઊભી રાખીને તેમાંથી 2 લોકો ઉતર્યા અને વિદ્યાર્થીનીને પકડીને બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડી દીધી. કાર આગળ વધતાની સાથે જ ગામના લોકોએ અલગ-અલગ વાહનોથી કારનો પીછો કરવાનું શરૂ કરી દીધું. ગ્રામજનોએ 20 કિલોમીટર સુધી કારનો પીછો કર્યો અને અંબાપુરા રોડ પર કિડનેપર્સની કારને રોકવામાં સફળ રહ્યા.
ગ્રામીણોએ કર્યું રેસ્ક્યુ
વાસ્તવમાં બકરીઓનું એક ટોળું અચાનક અંબાપુરા રોડ પર આગળ આવી ગયું. આવી સ્થિતિમાં કિડનેપર્સની કાર પલટી ગઈ. આ દરમિયાન આરોપીઓ અન્ય વાહનોમાં પોતાનો જીવ બચાવવા ભાગી ગયા અને વિદ્યાર્થીને કારમાં જ છોડી દીધી. ગામલોકો સ્થળ પર પહોંચ્યા અને વિદ્યાર્થીનીને કારમાંથી બહાર કાઢી અને ઘટના અંગે પોલીસને સંપૂર્ણ માહિતી આપી.
પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પોલીસે આ મામલે ફરિયાદ નોંધી લીધી અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીએ કિડનેપર્સનો હુલિયો પોલીસને જણાવ્યો છે, પોલીસે આરોપીને શોધવા માટે એક ટીમની રચના કરી છે. વિદ્યાર્થીનીને સુરક્ષિત તેના ઘરે પહોંચાડી.