Get The App

SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર, આવતીકાલે YONO સહિતની ઈન્ટરનેટ બેંકિંગ સેવા બંધ રહેશે

SBIએ નોટિફિકેશ જાહેર કરી ગ્રાહકોને આપી માહિતી

Updated: Mar 22nd, 2024

GS TEAM


Google News
Google News
SBIના ગ્રાહકો માટે મોટા સમાચાર, આવતીકાલે YONO સહિતની ઈન્ટરનેટ બેંકિંગ સેવા બંધ રહેશે 1 - image


SBI Net Banking Down : જો તમારુ ભારતીય સ્ટેટ બેંક (SBI)માં એકાઉન્ટ છે, તો તમારા માટે મોટી અપડેટ સામે આવી છે. SBIની YONO ઈન્ટરનેટ બેન્કિંગ (Internet Banking) અને મોબાઈલ એપ સેવા થોડા સમય માટે બંધ રહેશે. એસબીઆઈના કસ્ટડમર્સ શેડ્યૂલ એક્ટિવીટના કારણે 23 માર્ચ 2024ના રોજ ઈન્ટરનેટ બેન્કિંગ સેવાનો ઉપયોગ નહીં કરી શકો. જોકે ગ્રાહકો UPI લાઈટ અને ATM દ્વારા સેવાનો ઉપયોગ કરી શકે છે.

SBIએ નોટિફિકેશન જાહેર કર્યું

SBIએ નોટિફિકેશ જાહેર કરી જણાવ્યું છે કે, ઈન્ટરનેટ સંબંધી સેવા 23 માર્ચ 2024ના રોજ 01.10થી 02.10 વાગ્યા વચ્ચે બંધ રહેશે. આ દરમિયાન ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો લાઈટ, યોનો બિઝનેસ વેબ અને મોબાઈલ એપ, યોનો અને યુપીઆઈની સેવાઓનો ઉપયોગ નહીં કરી શકે. જોકે યુપીઆઈ લાઈટ અને એટીએમની સેવાનો ઉપયોગ કરી શકાશે.

કોઈપણ સમસ્યા માટે અહીં સંપર્ક કરો

બેંકના જણાવ્યા મુજબ ગ્રાહકો કોઈપણ માહિતી અથવા મદદ માટે SBIના ટોલ ફ્રી નંબર 18001234 અને 18002100 પર કૉલ કરી શકે છે. આ ઉપરાંત વેબસાઈટ પર જઈને પણ આ અંગે કોઈપણ માહિતી મેળવી શકે છે.

Tags :