જાણો આજે ક્યાં રહે છે અને શું કરે છે સરદાર પટેલનો પરીવાર
નવી દિલ્હી, 31 ઓક્ટોબર 2019, ગુરુવાર
સરદાર પટેલ રાજકારણમાં વંશવાદના વિરોધી હતા. કહેવાય છે કે તેમણે કડક સુચના આપી હતી કે જ્યાં સુધી તેઓ દિલ્હીમાં છે ત્યાં સુધી તેમના પરીવારના સભ્યો દિલ્હી નહીં આવે ન તો તેમનો સંપર્ક કરશે. કારણ એટલું હતું કે તેમના નામનો કોઈ દુરઉપયોગ ન કરે.
જો કે તેમનો પરીવાર બહોળો ન હતો. પટેલના પરીવારમાં એક દીકરો અને એક દીકરી હતા જે આઝાદી પછી રાજકારણમાં સક્રીય થયા. તો ચાલો જાણીએ કે સરદાર પટેલના પરીવારના સભ્યો હાલ ક્યાં છે અને શું કરે છે.
મણિબેન
મણિબેન સરદાર પટેલની મોટી દીકરી હતા ત્યારબાદ તેમના દીકરા ડાયાભાઈ હતા. મણિબેન પટેલનો જન્મ 1903માં થયા હતો જ્યારે ડાયાભાઈનો જન્મ 1906માં થયો હતો. મણિબેન સાર્વજનિક જીવનમાં તેમના પતિના માર્ગે ચાલનારા હતા. તેમનું અવસાન 1988માં થયું અને અંતિમ સમય સુધી તેઓ મહાત્મા ગાંધીના આદર્શો પર ચાલ્યા હતા. મણિબેન આજીવન અવિવાહિત રહ્યા હતા.
મણિબેનના રાજકીય જીવનની વાત કરીએ તો તેમણે 1952માં પહેલીવાર ચુંટણીમાં ખેડા લોકસભા સીટ પરથી કોંગ્રેસ માટે ચુંટણી લડી અને તે તેમાં વિજયી થયા હતા. 1957માં પણ તેઓ આણંદ સીટ પરથી વિજયી થયા હતા પરંતુ 1962માં તેઓ હાર્યા.
ગુજરાત નવું રાજ્ય બન્યું અને મહાગુજરાત આંદોલનમાં કોંગ્રેસની ભૂમિકાના કારણે પાર્ટી વિરુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે આણંદ બેઠક પરથી તેમણે ચુંટણી હારી હતી. આ બેઠક પર મણિબેનની લડાઈ સ્વતંત્ર પાર્ટીના નરેંદ્ર સિંહ મહેડા સામે હતી જેઓ વલ્લભ વિદ્યાનગરના સંસ્થાપક ભાઈ કાકાની પાર્ટીમાંથી ચુંટણી લડ્યા હતા.
મણિબેન 1964થી 1970 સુધી રાજ્યસભામાં રહી. 1970 આસપાસ તેમણે કોંગ્રેસ છોડી. તે સમયે કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણમાં મણિબેનએ ઈંદિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટી સામે મોરારજી દેસાઈ જેવા કોંગ્રેસીઓ સાથે રહેવાનું પસંદ કર્યું.
કોંગ્રેસ ઓની ટિકિટ પર તે સાબારકાંઠામાં વિજયી થયા અને ફરી લોકસભામાં પહોંચી ગયા. 1977માં મણિબેન મહેસાણા બેઠક પરથી લડ્યા અને કોંગ્રેસ વિરોધી લહેરના કારણે તેઓ 1 લાખથી વધારે મત સાથે વિજયી થયા. 1990માં તેમનું નિધન થયું અને તે પહેલા સુધી તેઓ મહાત્મા ગાંધી સાથે જોડાયેલી સંસ્થા સાથે કામ કરતા હતા.
ડાયાભાઈ
મણિબેનના નાના ભાઈ ડાયાભાઈએ મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીજીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. વર્ષ 1939માં પહેલીવાર તે બોમ્બે મ્યૂનિસિપલ કોર્પોરેશનના સભ્ય બન્યા અને 18 વર્ષ સુધી નિગમના સભ્ય રહ્યા. 1944માં તેઓ બોમ્બેના મેયર બન્યા.
1957 માં ભારત છોડો આંદોલનમાં સ્વતંત્રતા સેનાની અને જેલ જનાર ડાયાભાઈ પટેલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવ કરવાના હતા પરંતુ તેમને લાગ્યું કે પંડિત નેહરુ પાર્ટીમાં પટેલનો વારસો આગળ વધારવા તૈયાર ન હતા તેથી તેમણે કોંગ્રેસ છોડી દીધી. ડાયા ભાઈએ ઈન્દુલાલ યાજ્ઞિક અને અન્ય નેતાઓની સાથે મહાગુજરાત જનતા પરિષદના નામે પાર્ટી બનાવી.
ડાયાભાઇ મહાગુજરાત જનતા પરિષદની પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવા ઇચ્છતા હતા, પરંતુ મણિબેન દ્વારા તેમના પિતાની પાર્ટી સામે લડવાની વાતની ટીકાથી તેઓ આહત થયા અને પછી ચૂંટણી લડવાનો નિર્ણય છોડી દીધો.
જો કે વર્ષ 1958 માં ડાયા ભાઈ મહાગુજરાત જનતા પરિષદના સભ્ય તરીકે રાજ્યસભાના સભ્ય બન્યા. દરમિયાન, 1959 માં સ્વતંત્ર પાર્ટીની સ્થાપના થઈ. સરદાર પટેલના ખૂબ નજીકના અને વિશ્વાસુ ભાઈ કાકા જેવા ઘણા સહયોગીઓ આ નવી સ્વતંત્ર પાર્ટીમાં જોડાયા અને તેમની સાથે ડાયા ભાઈ પણ પાર્ટીમાં જોડાયા.
1964 માં ડાયા ભાઈ સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. 1958 થી તેઓ ત્રણ વખત રાજ્યસભામાં રહ્યા અને 1973 માં તેમનું અવસાન થયું.
પત્ની અને સાળા રહ્યા અસફળ
ડાયાભાઈની પત્ની અને સાળા પણ રાજકારણમાં સક્રિય હતા જો કે તેઓ સફળ થયા નહીં. ડાયાભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ હોવાના કારણે 1962ની લોકસભાની ચુંટણીમાં સ્વતંત્ર પાર્ટીમાં તેમની પત્ની ભાનુમતિ પટેલને ભાવનગર અને સાળા પશા પટેલને સાબરકાંઠાથી ચુંટણીના ઉમેદવાર બનાવાયા. પશાભાઈ પટેલ એક ઉદ્યોગપતિ પણ હતા. પરંતુ તે બંને ચુંટણણીમાં જીતી શક્યા નહીં.
ડાયાભાઈએ કર્યા હતા બે લગ્ન
ડાયાભાઈ પટેલએ બે લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન યશોદાબેન સાથે થયા હતા. યશોદાબેનનું નિધન થયું ત્યારે ડાયાભાઈ 27 વર્ષના હતા અને તેમણે ત્યારબાદ બીજા લગ્ન કરી લીધા. તેમની બીજી પત્ની એટલે કે ભાનુમતિ બેનથી તેમને બે પુત્ર હતા. જેમના નામ વિપિન અને ગૌતમ હતું. વિપિન અને ગૌતમ બંને રાજકારણથી દૂર રહ્યા.
1991માં સરદાર પટેલને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમનો પૌત્ર વિપિન ભાઈ આ સમ્માન લેવા પહોંચ્યા હતા. વિપિન ભાઈના નિધન બાદ તેમના નાના ભાઈ ગૌતમ પટેલ હવે સરદાર પટેલના વારસદાર તરીકે છે. જો કે તેઓ સરદાર પટેલની વિરાસત અને તેમના નામનાથી દૂર રહ્યા છે.