Get The App

હત્યાના મામલામાં કથિત સંત રામપાલ દોષી, 16-17 ઓક્ટોબરે કોર્ટ સંભળાવશે સજા

Updated: Oct 11th, 2018

GS TEAM

Google News
Google News
હત્યાના મામલામાં કથિત સંત રામપાલ દોષી, 16-17 ઓક્ટોબરે કોર્ટ સંભળાવશે સજા 1 - image

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર 2018, ગુરુવાર

કહેવાતા સંત રામપાલને હરિયાણાની વિશેષ કોર્ટે હત્યાના બે મામલામાં દોષી ઠેરવ્યા છે. આ ચુકાદો સંભળાવવા માટે હિસાર જેલમાં જ વિશેષ કોર્ટ બેસાડવામાં આવી હતી.

જે મામલામાં રામપાલને દોષી ઠેરવાયો છે તેમાં એક મામલો એક મહિલા ભક્તના શંકાસ્પદ મોતનો છે. જેની લાશ રામપાલના આશ્રમમાંથી 18 નવેમ્બર, 2014ના રોજ મળી આવી હતી. જ્યારે બીજો મામલામાં રામપાલના ભક્તો પોલીસ સાથે ભીડાયા હતા. 10 દિવસ સુધી થયેલી હિંસામાં 4 મહિલાઓ અને એક બાળકની મોત થઈ હતી. આ માટે પણ રામપાલને જ અદાલતે દોષી માન્ય છે.

રામપાલને શું સજા થશે તેની જાહેરાત કોર્ટ દ્વારા 16 અને 17 ઓક્ટોબરે કરવામાં આવશે.

આજે કોર્ટે ચુકાદો આપ્યો તે પહેલા હિસાર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ હતુ.હિસારમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી અને જેલની ચારે તરફ ચાર કિલોમીટરના વિસ્તારમાં સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી હતી.

રામપાલના સમર્થકો શહેરમાં ના પ્રવેશી શકે તે માટે હિસારની બોર્ડર 48 કલાક પહેલા જ સીલ કરી દેવામાં આવી હતી.