Get The App

'મહારાષ્ટ્રને જલ્દી ત્રીજા ઉપમુખ્યમંત્રી મળશે...', ઉદ્ધવ જૂથના દિગ્ગજ નેતાના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ

Updated: Jan 24th, 2025

GS TEAM

Google News
Google News
'મહારાષ્ટ્રને જલ્દી ત્રીજા ઉપમુખ્યમંત્રી મળશે...', ઉદ્ધવ જૂથના દિગ્ગજ નેતાના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ 1 - image

Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મહાવિકાસ અઘાડી(MVA)નું અસ્તિત્વ જોખમમાં છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉદ્ધવ જૂથ) અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (શરદ પવાર જૂથ) વિશે રાજકીય વર્તુળોમાં ઘણી અટકળો ચાલી રહી છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કાર્યકરો સાથે વાત કરતાં સંકેત આપ્યો કે તેમનો પક્ષ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકલા લડી શકે છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, 'મહારાષ્ટ્રને ટૂંક સમયમાં ત્રીજો નાયબ મુખ્યમંત્રી મળશે.'

'ભાજપે એક ચૂંટણી બેલેટ પેપરથી કરાવવી જોઈએ'

વિધાનસભા ચૂંટણીમાં હાર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મહા વિકાસ અઘાડી(MVA)ની ટીકા પર પ્રતિક્રિયા આપતાં ઉદ્ધવ ઠાકરેએ જણવ્યું હતું કે, 'કોઈએ પણ અમારી પાર્ટી(શિવસેન ઉદ્ધવ જૂથ)માં દખલ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. ભાજપે ઓછામાં ઓછી એક ચૂંટણી બેલેટ પેપરનો ઉપયોગ કરીને કરાવવી જોઈએ.'

મહારાષ્ટ્રને ટૂંક સમયમાં ત્રીજો નાયબ મુખ્યમંત્રી મળશે

બીજી તરફ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે, 'મહારાષ્ટ્રને ટૂંક સમયમાં ત્રીજો નાયબ મુખ્યમંત્રી મળશે અને તે શિવસેના(શિંદે જૂથ)માંથી હશે. સત્તા આવે છે અને જાય છે, પણ આપણે અહીં મજબૂત રીતે ઊભા રહેવાનું છે.'

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓએ ધડાધડ પાર્ટ ટાઈમ કામ છોડી રહ્યા છે! જાણો શું છે ડર

શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની 99મી જન્મજયંતિ પર પાર્ટી કાર્યકરોને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, 'મેં આ કાર્યક્રમનું આયોજન એ જાણવા માટે કર્યું હતું કે કેટલા લોકો મારી સાથે છે. જ્યાં સુધી તમે શિવસૈનિક છો, ત્યાં સુધી હું તમારા પક્ષના પ્રમુખ રહીશ. અમે દેશદ્રોહીઓને તેમનું સ્થાન શીખવો."

તેમણે પાર્ટીના ભવિષ્ય વિશે સંકેત આપ્યો અને જણાવ્યું હતું કે, 'જો કાર્યકરો ઇચ્છે તો પાર્ટી એકલા ચૂંટણી લડશે. આ નિર્ણય કાર્યકરોની ઇચ્છા મુજબ લેવામાં આવશે.' નોંધનીય છે કે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ આ વર્ષની શરુઆતમાં યોજાવાની શક્યતા છે.

'મહારાષ્ટ્રને જલ્દી ત્રીજા ઉપમુખ્યમંત્રી મળશે...', ઉદ્ધવ જૂથના દિગ્ગજ નેતાના નિવેદનથી નવી ચર્ચા છંછેડાઈ 2 - image