Get The App

'સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે': કોંગ્રેસી નેતા રણદીપ સૂરજેવાલા

Updated: Sep 16th, 2023

GS TEAM


Google News
Google News
'સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે': કોંગ્રેસી નેતા રણદીપ સૂરજેવાલા 1 - image

Image Source: Twitter

- કોંગ્રેસની જન આક્રોશ યાત્રા 19 સપ્ટેમ્બરથી શરૂ થશે

ભોપાલ, તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર

DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર આપવામાં આવેલા નિવેદન પર મૌન સાધનારી કોંગ્રેસે ભોપાલમાં કહ્યું કે, સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે. આ વાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલાએ આજે એ સમયે કહી જ્યારે તેઓ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું એલાન કરી રહ્યા હતા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. ગણેશ ચતૂર્થીના દિવસથી શરૂ થનારી આ યાત્રા 11 હજાર 400 કિલોમીટરની હશે. 

આ અવસર પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમનલાથે કહ્યું કે, આ દરમિયાન રાજ્યમાં સાત યાત્રા નીકાળવામાં આવશે. રાજ્યની જનતામાં આક્રોશ છે. અહીં દરેક વર્ગ પરેશાન છે. ભારત સનાતન ધર્મનો દેશ છે. આજે લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગામી 3 મહિના સુધી બીજેપી જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરશે. તે ધાર્મિક વિવાદ ઉભો કરીને મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરશે.

આ અવસર પર પૂર્વ સીએમ કમલનાથે કહ્યું કે, એમપીનો પડકાર બેરોજગારી છે. એમપીમાં દિલ્હીના નેતાઓની ભીડ લાગી છે. 15 વર્ષના કામના આધારે વોટ માંગવામાં ભાજપ શરમ અનુભવે છે. આ વિધાનસભા ચૂંટણી રાજ્યના ભવિષ્યની ચૂંટણી છે. દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારનો સાક્ષી છે. કોંગ્રેસની યાત્રા લોકોને ગેરમાર્ગે દોરનારી રાજનીતિથી સાવધાન કરશે. એમપીમાં દરેક જગ્યાએ કૌભાંડ છે.

Tags :