Get The App

એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે 1 - image

- ભારતના ટેક સેક્ટરમાં ક્રાંતિની અસર

- ભારતમાં એઆઈ અને મશીન લર્નિંગ સેક્ટરમાં દર વર્ષે 40 ટકા વૃદ્ધિનો ફાયદો ફ્રેશર્સને મળશે : રિપોર્ટ 

મુંબઈ : ભારતમાં અનેક કંપનીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો મોટો પાયે ઉપયોગ શરૂ કર્યો છે. જેથી તે ભવિષ્યની ટેકનોલોજી નથી રહી. સેક્ટરના જાણકારોના જણાવ્યા અનુસાર, નવા ગ્રેજ્યુએટથી લઈને એક્સપર્ટ્સ સુધી એઆઈ અને એમએલમાં કામ કરતા પ્રોફેશનલ્સના પગારમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ૨૦૨૬ના અંત સુધીમાં ભારતીય એઆઈ અને મશીન લર્નિંગના જાણકારોના પગારમાં સૌથી વધુ વધારો જોવા મળશે. 

રિપોર્ટ મુજબ, ભારતનું એઆઈ અને મશીન લર્નિંગ બજાર વાર્ષિક ધોરણે ૪૦ ટકાથી વધુના દરે વિસ્તરી રહ્યું છે. આ ઈકોસિસ્ટમ ૨૦૨૬ સુધીમાં દસ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે. એઆઈ અને એમએલમાં પ્રવેશતા ફ્રેશર્સના પગાર સામાન્ય રીતે દર વર્ષે રૂ. ૫ લાખથી રૂ. ૯ લાખની વચ્ચેના હોય છે. જે સામાન્ય આઈટી જોબ્સ કરતા વધારે છે. તેમાં ડેટા હેન્ડલિંગ, મોડેલ ટ્રેનિંગ અને ડિપ્લોયમેન્ટના જાણકારોની માંગ વધુ હોય છે. 

લગભગ ત્રણથી પાંચ વર્ષ અનુભવ સાથેના એઆઈ અને એમએલ એન્જિનિયરો દર વર્ષે રૂ. ૧૦ લાખથી રૂ. ૨૦ લાખ વચ્ચે કમાય છે. સાત વર્ષથી વધુ અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સની સેલેરીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એઆઈ આર્કિટેક્ટ, સિનિયર ડેટા સાયન્ટિસ્ટ અને એમએલ લીડ્સ રૂ.૨૦થી ૪૫ લાખ વચ્ચેની કમાણી કરે છે. હવે, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈ-કોમર્સ અને મીડિયા જેવા સેક્ટર્સમાં એઆઈના ઉપયોગના પરિણામે અનેક નોકરીઓનું સર્જન થયું છે. 

એચઆર એક્સપર્ટના મતે, પાઈથન, ડીપ લર્નિંગ ફ્રેમવર્કનું જ્ઞાાન ધરાવતા ફ્રેશર્સની સેલેરીમાં અભૂતપૂર્વક ઊછાળો જોવા મળશે. આ સાથે જ વિશેષ સેક્ટરની જાણકારી ઉમેદવારો માટે ફાયદાકારક સાબિત થશે.