ઓપરેશન સિંદૂર પર સચિન તેંડુલકરની પ્રતિક્રિયા, કહ્યું 'દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી'
Image Social Media |
Operation Sindoor: ભારતીય સેનાએ પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકવાદ સામે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારત તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે સેનાની શક્તિને બિરદાવી પોતાની પ્રતિક્રિયા આપી છે.
22 મી એ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. આ આતંકી હુમલામાં હિન્દુઓને ટાર્ગેટ કરાયા હતા. ત્યારે આ ઓપરેશન સિંદૂરને લઈને ક્રિકેટ જગતમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. સચિન તેંડુલકરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. આ પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સની પ્રતિક્રિયા પણ આવી હતી.
દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી: સચિન
સચિન તેંડુલકરે પોતાના x હેન્ડલ પર લખ્યું કે, 'ભારતની તાકાત અપાર છે અને તેની એકતા તેની નિર્ભયતાનો પુરાવો છે. ભારતની ઢાલની વાત કરીએ તો, તે તેના લોકો છે. જય હિન્દ.' પાકિસ્તાનને આ સંદેશ આપ્યો છે કે આ દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. જ્યારે પણ આપણે આતંક કે આતંકવાદનો સામનો કરીશું, ત્યારે આપણે એક ટીમ તરીકે ઉભા રહીશું.