India

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ

By GS TEAM
10 Feb 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર માર્ચ મહિનામાં સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે સચિને પરિવાર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. સચિન તેંડુલકરે X પર પોસ્ટ કરતાં PM મોદી સાથેની તસવીરો શેર કરતાં આ જાણકારી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ

Arjun Tendulkar Wedding: ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર માર્ચ મહિનામાં સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે સચિને પરિવાર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને લગ્નનું આમંત્રણ આપ્યું હતું. સચિન તેંડુલકરે X પર પોસ્ટ કરતાં PM મોદી સાથેની તસવીરો શેર કરતાં આ જાણકારી આપી હતી. 

સચિન PMનો માન્યો આભાર!

ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, અમે અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળે આમંત્રણ આપવાનું સૌભાગ્ય મળ્યું, આ યુવા કપલને તમારા આશીર્વાદ અને વિચારશીલ સલાહ આપવા બદલ PM મોદી તમારો ધન્યવાદ'

કોણ છે સાનિયા ચંડોક?

સાનિયા ચંડોક જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી છે. તે તે એક ક્વોલિફાય પશુચિકિત્સા ટેકનિશિયન પણ છે. સૂત્ર મુજબ મુંબઈમાં લગ્નની વિધિઓ 3 માર્ચથી શરૂ થવાની શક્યતા છે, કપલ 5 માર્ચે લગ્ન કરશે. ઓગસ્ટ 2025માં અર્જુન તેંડુલકરની સગાઈ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ હતી. અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી. બંને પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ સગાઈમાં હાજરી આપી હતી. ઘઈ પરિવાર મુંબઈનો એક મોટો અને પ્રખ્યાત બિઝનેસ પરિવાર છે. તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી (લો-કેલરીવાળી આઈસ્ક્રીમ બ્રાન્ડ)ના માલિક છે.

અર્જુન તેંડુલકરનું ક્રિકેટ કરિયર

અર્જુન તેંડુલકરે અત્યાર સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ-એ અને 24 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં અર્જુને 33.51ની સરેરાશથી 37 વિકેટ ઝડપી છે. જ્યારે 23.13ની એવરેજથી 532 રન બનાવ્યા. ત્યારે લિસ્ટ-એ ક્રિકેટમાં અર્જુનના નામે 25 વિકેટ (31.2ની સરેરાશ) અને 102 રન (17ની સરેરાશ) નોંધાયા છે.

અર્જુન તેંડુલકરનો શું છે IPL રેકોર્ડ?

ટી20 ક્રિકેટમાં 25 વર્ષના અર્જુન તેંડુલકરે 25.07ની સરેરાશથી 27 વિકેટ ઝડપી છે. સાથે જ 13.22ની સરેરાશથી 119 રન બનાવ્યા છે. અર્જુન ઘરેલૂ ક્રિકેટમાં ગોવાની ટીમનો ભાગ છે. આ અગાઉ તે મુંબઈ માટે રમતો હતો. જોવામાં આવે તો અર્જુને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાંથી તેમના નામે 3 વિકેટ અને 13 રન નોંધાયેલા છે. 

તેંડુલકર પરિવાર અંગે માહિતી

સચિન તેંડુલકરના લગ્ન 24 મે, 1995ના રોજ અંજલિ તેંડુલકર સાથે થયા હતા, જે સચિન તેંડુલકરથી ઉંમરમાં 6 વર્ષ મોટા છે. અંજલિ તેંડુલકર બાળ રોગ નિષ્ણાંત રહી ચૂક્યા છે. સચિન-અંજલિની લાલડી સારા તેંડુલકરનો જન્મ 12 ઓક્ટોબર, 1997ના રોજ થયો. પછી 24 સપ્ટેમ્બર 1999ના રોજ અર્જુન તેંડુલકરનો જન્મ થયો હતો.