H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રમ્પને જવાબ: દુનિયાને ગ્લોબલ વર્કફોર્સની જરૂર, તમે સત્યથી ભાગી ન શકો
India’s EAM Jaishankar Urges Inclusive Global Workforce Model : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. જેનો સૌથી મોટો ફટકો ભારતીયોને પડ્યો છે. એવામાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્રમ્પનું નામ લીધા વિના જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેજીથી બદલાતી દુનિયામાં ગ્લોબલ વર્કફોર્સની જરૂર છે અને વિભિન્ન દેશો આ સત્ય નકારી શકે નહીં.
જયશંકરે વધુમાં કહ્યું છે કે ઘણા દેશો એવા છે જે તેમની વસતી પ્રમાણે વર્કફોર્સ પૂરું પાડી શકે તેમ નથી. ગ્લોબલ વર્કફોર્સ રાજકારણનો વિષય હોઈ શકે પરંતુ તેની જરૂર તો છે જ. તેમણે ટેરિફ મુદ્દે જવાબ આપ્યો કે ગમે તેવી અનિશ્ચિતતા હોય વેપાર કોઈને કોઈ રસ્તો કાઢી જ લે છે.
આ પણ વાંચો: 'રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરો', હવે પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્ર પર ભડક્યા ટ્રમ્પ
જયશંકરે કહ્યું કે રોજગારની પ્રકૃતિ બદલાતી જઈ રહી છે જેના કારણે દુનિયા હવે ગ્લોબલ વર્કફોર્સ તરફ આગળ વધી રહી છે. ડિજિટલ ક્ષેત્રે પણ બદલાવ નવા સ્કિલ્સની માંગ પેદા થઈ રહી છે. નોંધનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ ચાલી જ રહ્યો છે એવામાં અમેરિકાએ H1B વિઝાની ફીઝ વધારીને 1 લાખ ડોલર કરી છે.