India

'અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા', વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. એસ.જયશંકરે કહ્યું કે, 'દુનિયા આ સમયે એવા વળાંક પર છે કે, જ્યાં અમેરિકા અને ચીનની નવી નીતિએ વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી દીધી છે. જેમાં બદલાતી પરિસ્થિતિમાં દેશોને એ નક્કી કરવું મુશ્કેલ છે કે, તેઓને પ્રતિસ્પર્ધા પર ધ્યાન આપવું જોઈએ કે સમજૂતી પર...'

Summarized by AI; it may make mistakes. Check important info

'અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા', વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન

S. Jaishankar America and China : વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. એસ.જયશંકરે કહ્યું કે, 'દુનિયા આ સમયે એવા વળાંક પર છે કે, જ્યાં અમેરિકા અને ચીનની નવી નીતિએ વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી દીધી છે. જેમાં બદલાતી પરિસ્થિતિમાં દેશોને એ નક્કી કરવું મુશ્કેલ છે કે, તેઓને પ્રતિસ્પર્ધા પર ધ્યાન આપવું જોઈએ કે સમજૂતી પર...'

જયશંકરે શું કહ્યું?

જયશંકરે કહ્યું કે, 'અમેરિકા હવે જૂના માળખા હેઠળ વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું નથી, પરંતુ નવી શરતો પર વ્યક્તિગત દેશો સાથે સીધી વાટાઘાટો કરી રહ્યું છે. બીજી તરફ, ચીન પણ પોતાના નિયમોને વધુ કડક રીતે લાગુ કરી રહ્યું છે. આ સ્થિતિમાં વિશ્વભરના ઘણા દેશો મૂંઝવણમાં છે અને સંભવિત જોખમોને ટાળવા માટે તમામ વિકલ્પો ખુલ્લા રાખી રહ્યા છે.'

વૈશ્વિક દબાણ અને દેશની રણનીતિ મામલે જયશંકરે કહ્યું કે, 'વૈશ્વિકરણ, પુરવઠાની અસુરક્ષા અને વધતા જતા રાજકીય તણાવ દેશોને દરેક આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની ફરજ પાડી રહ્યા છે. તેઓ શક્ય હોય ત્યાં મુશ્કેલીભર્યા વિકલ્પ ટાળી રહ્યા છે. આ ઉપરાંત, જ્યાં તેમને ફાયદો દેખાય છે ત્યાં ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે. આનાથી વિવિધ ક્ષેત્રોમાં મુક્ત વેપાર કરારો માટે માંગ અને ઉત્સાહમાં વધારો થયો છે.'

ચીનની ભાગીદારી અને સપ્લાય ચેઇનનું સંકટ

તેમણે વધુમાં જણાવ્યું કે, 'વૈશ્વિક ઉત્પાદનનો એક તૃતીયાંશ ભાગ ચીનમાં થાય છે, જેનાથી સપ્લાય ચેઇનની વિશ્વસનીયતા પર સવાલો ઉઠે છે. સંઘર્ષો અને જલવાયુ સંકટોએ આ પ્રકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઊર્જા મામલામાં અમેરિકા હવે મોટું નિકાસકાર બની ગયું છે. જ્યારે ચીન નવીનીકરણીય ઊર્જા પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારે આ પરિવર્તન વૈશ્વિક સંતુલનને અસર કરી રહ્યું છે.'

આ પણ વાંચો: ઓપરેશન સાગરબંધુ: દિતવાહ વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાની મદદ માટે ભારતે મોકલ્યા 2 ચેતક હેલિકોપ્ટર

વ્યાપારમાં માંગની અસ્થિરતાને લઈને જયશંકરે કહ્યું કે, 'વ્યાપારમાં માંગની અનિશ્ચિતતા અને સપ્લાય અવરોધો જોખમો વધારી રહ્યા છે. ટેરિફ રેટ્સમાં વધઘટ થતા વૈશ્વિક વ્યાપાર પર અસ્થિરતા આવી છે. નાણાકીય ક્ષેત્રના પ્રતિબંધોનો વધતો ઉપયોગ, સંપત્તિની જપ્તી અને બ્લોકચેન ટેકનોલોજીનો ઉદભવ એક નવા વૈશ્વિક નાણાકીય સ્થાપત્ય તરફ ઈશારો કરી રહ્યો છે. '