India

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત

By GS TEAM
2 Apr 20262 mins read
રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત

- મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે રશિયા પર ભરોસો 

- ડિસ્કાઉન્ટની જગ્યાએ 6-7 ડોલરનું પ્રીમિયમ ચૂકવ્યું : રશિયા બાદ આફ્રિકાના અંગોલાથી સૌથી વધુ ઈમ્પોર્ટ  

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે ભારતે માર્ચ મહિનામાં રશિયાથી ક્રૂડ ઓઈલની આયાતમાં વધારો કર્યો હતો. રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત ૯ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. 

આંકડા મુજબ, માર્ચમાં ભારતે લગભગ ૧.૯૬ મિલિયન બેરલ પ્રતિ દિવસ રશિયન ક્રૂડ ઓઈલ આયાત કર્યું હતું. જેે ફેબ્રુઆરીના ૧.૦૪ મિલિયન બેરલ પ્રતિ દિવસ કરતાં લગભગ બમણું છે.પશ્ચિમ એશિયાના દેશો ઈરાક, સાઉદી અરેબિયા અને યુએઈમાંથી સપ્લાયમાં ઘટાડો થયો છે. ખાસ કરીને હોર્મુઝમાં તણાવને કારણે ઓઈલ ટેન્કર જહાજોની અવરજવર પર અસર પડી છે. આ માર્ગથી ભારતના લગભગ ૪૦ ટકા તેલની આયાત થાય છે.

આ પરિસ્થિતિમાં ભારતે રશિયા સિવાય આફ્રિકાના દેશ અંગોલાથી પણ આયાતમાં વધારો કર્યો છે. રશિયન તેલની ખરીદી વધારવાનું અન્ય એક કારણ અમેરિકાની ૩૦ દિવસની તાત્કાલિક છૂટછાટ પણ છે. જેના કારણે સમુદ્રમાં અટવાયેલા તેલને ખરીદવાનું શક્ય બન્યું છે. જોકે, હવે રશિયન તેલ સસ્તું નથી રહ્યું. હાલમાં ભારતને પ્રતિ બેરલ ૬-૭ ડોલર પ્રીમિયમ ચૂકવવું પડી રહ્યું છે. જ્યારે, પહેલા ૮-૧૦ ડોલર ડિસ્કાઉન્ટ મળતું હતું. 

ક્રૂડ ઓઈલની આયાત

('૦૦૦ બેરલ પ્રતિ દિવસ)

દેશ

જાન્યુ.

ફેબ્રુ.

માર્ચ

રશિયા

૧૦૯૧

૧૦૪૨

૧૯૬૦

સાઉદી

૭૭૪

૧૦૧૬

૫૭૬

અંગોલા

૨૫૪

૧૦૩

૩૩૩

ઈરાક

૧૦૧૭

૯૬૯

૨૪૦

યુએઈ

૩૯૬

૫૫૪

૧૬૭

યુએસ

૨૯૭

૨૧૬

૧૬૭