India

ભારતને S-400ની ટેકનોલોજી ટ્રાન્સફર કરશે રશિયા, દેશમાં જ બનશે 2 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
રશિયાએ ભારતીય વાયુસેના માટે S-400 એર ડિફેન્સ સિસ્ટમના વધુ 5 સ્ક્વોડ્રન ખરીદવા માટે ₹50,000 કરોડથી વધુનો પ્રપોઝલ રક્ષા મંત્રાલયને સોંપ્યો છે. 'ઓપરેશન સિંદૂર'માં S-400 ગેમ-ચેન્જર સાબિત થયા બાદ આ નિર્ણય લેવાયો છે. હાલ 3 સ્ક્વોડ્રન તૈનાત છે, ચોથું આવી રહ્યું છે અને પાંચમું 2026 સુધીમાં મળશે. નવા 5 સ્ક્વોડ્રન પૂર્વ-પશ્ચિમ મોરચે તૈનાત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતને S-400ની ટેકનોલોજી ટ્રાન્સફર કરશે રશિયા, દેશમાં જ બનશે 2 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ

Russia Proposes S 400 Air Defence Technology: ભારતીય વાયુસેના (IAF) માટે S-400 'સુદર્શન' લોંગ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના વધુ 5 સ્ક્વોડ્રન ખરીદવાના ટેન્ડર પર રશિયાએ સંરક્ષણ મંત્રાલયને પોતાનો વિસ્તૃત પ્રપોઝલ સોંપી દીધો છે. સંરક્ષણ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયા તરફથી જવાબ મળી ચૂક્યો છે, અને હાલ તેના પર આગળની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોજેક્ટ ₹50,000 કરોડથી પણ વધુનો રહેવાનો અંદાજ છે.

'ઓપરેશન સિંદૂર'માં ગેમ-ચેન્જર બન્યું S-400

આ મહત્વપૂર્ણ પગલું મે 2025માં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન S-400 એર ડિફેન્સ સિસ્ટમ ગેમ-ચેન્જર સાબિત થયા બાદ લેવામાં આવ્યું છે. આ સિસ્ટમે મોટી સંખ્યામાં પાકિસ્તાની સર્વેલન્સ અને ફાઇટર એરક્રાફ્ટને તોડી પાડ્યા હતા, અને સાથે જ અન્ય શંકાસ્પદ વિમાનોને ભારતીય સરહદના 200 કિલોમીટરના દાયરામાં ઉડાન ભરતા રોક્યા હતા.

હાલની સ્થિતિ અને ડિલિવરી અપડેટ

2018નો કરાર: ભારતે 2018માં 5 સ્ક્વોડ્રન માટે $5.43 બિલિયન (અંદાજે ₹40,000 કરોડથી વધુ)ની ડીલ કરી હતી.

હાલની તૈનાતી: 3 સ્ક્વોડ્રન ભારતીય સેનામાં સામેલ થઈ ચૂક્યા છે, જે પંજાબ-જમ્મુ, રાજસ્થાન-ગુજરાત અને સિક્કિમ સેક્ટરમાં તૈનાત રહી ત્રિકોણીય સુરક્ષા કવચ પૂરું પાડે છે.

આગામી ડિલિવરી: ચોથું સ્ક્વોડ્રન દરિયાઈ માર્ગે ભારત આવવા રવાના થઈ ચૂક્યું છે, જ્યારે પ્રથમ કરારનું પાંચમું અને છેલ્લું સ્ક્વોડ્રન નવેમ્બર 2026 સુધીમાં ભારત પહોંચવાની ધારણા છે.

આગામી 5 સ્ક્વોડ્રન અને સપ્લાય યોજના

આગામી 5 સ્ક્વોડ્રનના પ્રસ્તાવને માર્ચ 2026માં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી 'ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ' (DAC) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ એક 'ફોલો-ઓન' ઓર્ડર હોવાથી તેના પર યુએસ પ્રતિબંધ (CAATSA) લાગુ નહીં થાય, કારણ કે 2018ની ડીલ વખતે જ તેને છૂટ મળી ગઈ હતી.

આ નવા યુનિટ્સને પૂર્વ અને પશ્ચિમ બંને મોરચે તૈનાત કરવામાં આવશે, જેથી સ્વદેશી 'પ્રોજેક્ટ કુશા' સાથે મળીને ભારતનું મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ નેટવર્ક મજબૂત થઈ શકે. આ ઉપરાંત, વાયુસેના ₹10,000 કરોડના ખર્ચે વધુ મિસાઈલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટર્સ ખરીદવાની પ્રક્રિયામાં છે. તમામ 10 સ્ક્વોડ્રન તૈનાત થયા બાદ ભારતનું એરસ્પેસ ડ્રોન, 4.5 જનરેશન ફાઇટર જેટ્સ અને બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ માટે અભેદ બની જશે.