પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો
Russia May Attack On Germany : શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે? આની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર કબજો કરવાની તૈયારીમાં દાવો કરાયો છે. બીજીતરફ રશિયા યુક્રેન બાદ જર્મનીને પોતાના તાબામાં લેવા માટે યુદ્ધ કરેલ તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચોંકવનારી વાત એ છે કે, જર્મનીએ બંકરો, સુરંગો અને ટેંકો સહિતનું બાંધકામ કરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે, જેના કારણે રશિયાના સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરાઈ છે.
જર્મનીએ બંકર અને સુરંગો બનાવવાનું શરૂ કર્યું
રિપોર્ટ મુજબ, રશિયાએ યુક્રેનની મુશ્કેલી વધાર્યા બાદ યુરોપના અનેક દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે. તેથી હવે જર્મનીને આશંકા છે કે, આવનારા સમયમાં રશિયા તેના પર પણ હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં, જર્મનીએ બંકર અને સુરંગો બનાવવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા ચાર વર્ષમાં જર્મની પર હુમલો કરવાની યોજના બનાવી શકે છે.
જર્મનીને યુદ્ધનો ડર
જર્મનીના સુરક્ષા વિભાગના વડા રાલ્ફ ટેસલરે (Ralf Stegner) કહ્યું કે, એવું મનાતું હતું કે જર્મની પર કોઈ ખતરો નથી, ભવિષ્યમાં યુદ્ધનો સામનો કરવો પડશે નહીં. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમને ડર છે કે, યુરોપમાં મોટું યુદ્ધ થઈ શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ લાંબા યુદ્ધ વચ્ચે, એવો ડર છે કે રશિયા NATO દેશોને પણ નિશાન બનાવી શકે છે.
‘અમે દર વર્ષે સેંકડો ટેન્કો બનાવી રહ્યા છીએ’
જર્મનીના સંરક્ષણ વડા જનરલ કાર્સટન બ્રૂઅરે (Carsten Breuer) એક મીડિયાને કહ્યું હતું કે, ‘અમે દર વર્ષે સેંકડો ટેન્કો બનાવી રહ્યા છીએ. જો 2029 સુધીમાં નાટો દેશો પર હુમલો થશે તો ટેન્કોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જર્મનીએ નવા બંકરો બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. મેટ્રો સ્ટેશનના અંડરગ્રાઉન્ડમાં કાર પાર્કિંગ, બેઝમેન્ટ અને આશ્રયસ્થાનો બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
જર્મનીમાં 2000 બંકરોમાંથી 600 જ યોગ્ય
તેમણે કહ્યું કે, ‘10 લાખ લોકોના રહેઠાણ માટે બંકર અને સુરક્ષિત બિલ્ડિંગો બનાવવા માટે તમામના પ્રયાસની જરૂર છે. એજન્સી ટૂંક સમયમાં આ પ્લાન લોકો સુધી શેર કરશે. નવા બાંધકામમાં ઘણો સમય લાગી શકે છે. શીત યુદ્ધના સમયથી જર્મનીમાં લગભગ 2 હજાર બંકર છે, જોકે તેમાંથી માત્ર 600 યોગ્ય સ્થિતિમાં છે. બાકીના બંકરોના રિપેરિંગ કામમાં ઘણો ખર્ચ થવાનો છે. જર્મની પાસે માત્ર ચાર લાખ 80 હજાર લોકોને છુપાવવાની જગ્યા છે. ફિનલેન્ડ પાસે 50,000 પ્રોટેક્સન રૂમ છે, જેમાં 48 લાખ લોકો રોકાઈ શકે છે.
આ પણ વાંચો : કોલંબિયામાં ધરતી ધ્રૂજી, બોગોટમાં 6.3નો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા