FOLLOW US

અયોધ્યા: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ક્લોન ચેકથી ફ્રોડ, ખાતામાંથી ઉપાડી લેવાયા લાખો રૂપિયા

Updated: Sep 10th, 2020


લખનૌ , તા. 10 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર

શ્રી રામ જન્મતીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં ઠગાઈનો પ્રયાસ થઈ ગયો હતો. ટ્રસ્ટના ખાતામાં લખનૌના એક બેંકમાંથી ક્લોન ચેકના માધ્યમથી 6 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા છે. ત્રીજા ક્લોન ચેકથી કાઢવામાં આવનારા પૈસાના વેરિફિકેશન દરમિયાન આ ચોરી પકડાઈ હતી. 

ટ્રસ્ટે અયોધ્યા કોતવાલીમાં એફઆઈઆર દાખલ કરાવી છે. સીઓ અયોધ્યા રાજેશ રાયના જણાવ્યાનુસાર લખનૌના એક બેંકમાં ક્લોન ચેક બનાવીને 1 સપ્ટેમ્બરે અઢી લાખ અને 3 સપ્ટેમ્બરે સાડા 3 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રીજો નકલી ચેલ લગાવીને 9 લાખ 86 હજારનો બેંક ઓફ બરોડામાં કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેની ખરાઈ માટે અધિકારીઓએ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને ફોન કર્યો હતો.

જેમણે આટલી મોટી રકમનો ચેક આપ્યાની વાતને નકારી કાઢી હતી. અધિકારીઓ ચેક ક્લીયરન્સ રોકી દીધું હતુ. તેમજ ટ્રસ્ટે અયોધ્યા કોતવાલીમાં એફઆઈઆર દાખલ કરાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujarat
IPL-2023
Magazines