ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

ચીની કંપનીએ ભારતમાં ફરી ભરતી શરૂ કરી
જૂન ૨૦૨૦માં ટિકટોક સહિત ડઝનબંધ ચાઈનીઝ એપ્સને બેન કરવામાં આવી હતી
બાઈટડાન્સે લિંક્ડઈન પર ગુરુગ્રામ ઓફિસ માટે યોગ્ય ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જૂન ૨૦૨૦માં ટિકટોક સહિત ડઝનબંધ ચાઈનીઝ એપ્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ પહેલા ૨૦ કરોડ યુઝર્સ સાથે ચીન બાદ ભારત ટિકટોકનું બીજું સૌથી મોટું માર્કેટ હતું.
ભારત સરકારે પ્રતિબંધ લગાવતા પહેલા કહ્યું હતું કે, ચીની સવર્સ પરનો ડેટા જોખમ પેદા કરી શકે છે. બાઈટડાન્સે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ભારતીય યુઝર્સનો ડેટા ચીનની બહાર સ્ટોર કરવામાં આવ્યો છે. ટિકટોક પર બેન બાદ ઈન્સ્ટાગ્રામે રીલ્સ ફિચર ઉમેર્યું હતું અને ભારતમાં લોકપ્રિય બની ગયું હતું.
આજે ભારતમાં ઈન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટયુબ શોર્ટ્સ લોકપ્રિય છે. પરંતુ, તેઓ ટિકટોકના વાયરલિટી સ્કેલ સુધી પહોંચી શક્યા નથી. ટિકટોક પર ભલે પ્રતિબંધ હતો બાઈટડાન્સની અન્ય એપ, રેસો ૨૦૨૪ સુધી ભારતમાં સક્રિય હતી. હવે, નવી ભરતીની જાહેરાત બદલાતા સમીકરણો તરફ ઈશારો કરે છે કે શું તે જોવાનું રહેશે.









