Get The App

દરેક મહિલાના ખાતામાં 30000 રૂપિયા... બિહારમાં મહા ગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વીની જાહેરાત

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
દરેક મહિલાના ખાતામાં 30000 રૂપિયા... બિહારમાં મહા ગઠબંધનના CM ઉમેદવાર તેજસ્વીની જાહેરાત 1 - image


Tejaswi Yadav and Bihar Election News : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર શાંત થતા પહેલા, મહા ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે કેટલાક મોટા ચૂંટણી વાયદા કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે દાવો કર્યો કે આ વખતે બિહારની જનતા પરિવર્તનના મૂડમાં છે અને જૂની સરકારને ઉખાડી ફેંકશે.

તેજસ્વીનો મોટો વાયદો 

આ દરમિયાન તેજસ્વી યાદવે વચન આપ્યું કે ‘જો અમારી સરકાર બનશે, તો તરત જ 'માઈ-બહિન માન યોજના' લાગુ કરવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસે, 14 જાન્યુઆરીએ, અમે માતાઓ અને બહેનોના ખાતામાં આખા વર્ષના 30000 રૂપિયા એકસાથે જમા કરવાનું કામ કરીશું.’

જીવિકા દીદી માટે મોટી જાહેરાત 

'જીવિકા દીદીઓ' માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે, નીતિશ સરકારમાં તેમનું ખૂબ શોષણ થયું છે. તેમણે વચન આપ્યું કે, "જે 'જીવિકા દીદી' કોમ્યુનિટી મોબિલાઈઝર છે, તેમને અમે કાયમી કરીશું અને તેમનું માનદ વેતન 30000 રૂપિયા કરીશું. જે કેડર (અન્ય જીવિકા દીદીઓ) છે, તેમને પણ દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત, પાંચ લાખનો વીમો અને વ્યાજ માફી પણ આપવામાં આવશે."

જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન 

આ સાથે જ, તેજસ્વી યાદવે સરકારી કર્મચારીઓને આકર્ષવા માટે જૂની પેન્શન યોજના (Old Pension Scheme - OPS) લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે પોલીસકર્મી, શિક્ષકો, આરોગ્યકર્મીઓ અને અન્ય કર્મચારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ તેમના ગૃહ જિલ્લાથી 70 કિલોમીટરના દાયરામાં જ કરવામાં આવશે. 

Tags :