India

સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝિંકાયો

By GS Team
21 Nov 20201 min read
This article was originally published on 21 Nov 2020
સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો ઝિંકાયો

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર, 2020, શનિવાર

કોરોના મહામારી વચ્ચે મોંઘવારી પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત બીજા દિવસે પણ વધારો થયો હતો. પેટ્રોલ 15 પૈસા જ્યારે ડિઝલ 20 પૈસા મોંઘુ થયું હતું. જે સાથે જ દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 81.38 રૂપિયા અને ડિઝલનો ભાવ 70.88 રૂપિયાએ પહોંચી ગયો હતો.

હજુ શુક્રવારે જ પેટ્રોલની કિમતમાં 17 પૈસા અને ડિઝલમાં 22 પૈસાનો વધારો કરાયો હતો. 22મી સપ્ટેમ્બર બાદ પહેલી વખત પેટ્રોલ અને ડિઝલની કિમતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જ્યારે ડિઝલની કિમતોમાં બીજી ઓક્ટોબર બાદ કોઇ ફેરફાર નહોતા કરાયા પણ હવે તેમાં પણ વધારો કરાયો છે. 

ભારતની પેટ્રોલિયમ કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવના આધારે પેટ્રોલ અને ડિઝલની કિમતોમાં ફેરફાર કરતી હોય છે. જે નવો વધારો થયો છે તે મુજબ મુંબઇમાં પેટ્રોલ પ્રતિ લિટર 88.09, ડિઝલ પ્રતિ લિટર 77.11 રૂપિયાએ પહોંચી ગયું હતું. રાજ્યોના વેટ અને સેલ્સ ટેક્સના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. હાલ કોરોના મહામારી વચ્ચે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છે.