Get The App

મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત 1 - image

Madhya Pradesh News: મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ગુરૂવારે મોટી દુર્ઘટના બની. સોહાગી પહાડની નજીક ચાલતા ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી ગયો. ઑટો રિક્ષામાં સવાર 8માંથી 7 તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

જણાવાય રહ્યું છે કે, તીર્થયાત્રીઓ પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. ઑટો રિક્ષામાં સવાર તમામ તીર્થયાત્રી મઉગંજના નિવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.