Get The App

'રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું...' તલવારો સાથે કરણી સેનાનું એલાન

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
'રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું...' તલવારો સાથે કરણી સેનાનું એલાન 1 - image


Rana Sanga Rakt Swabhiman Sammelan: મહાન યૌદ્ધા રાણા સાંગાની જયંતી પર શનિવારે ક્ષત્રિયોએ રાણા સાંગાના અપમાનના વિરોધમાં કરણી સેનાએ સપાનો આકરો વિરોધ નોંધાવતાં પોતાની તાકાત બતાવી હતી. મંચ પર કરણી સેના યુવાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓકેન્દ્ર રાણાએ ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સપાનો સફાયો કરવાની જાહેરાત કરી હતી. 

ક્ષત્રિય સમાજે સપાના સાંસદ રામજી લાલ સુમનના આવાસ તરફ કૂચની તૈયારી પણ કરી હતી. પરંતુ આકરી સુરક્ષાના કારણે આ કૂચ સ્થગિત કરવામાં આવી હતી. જો કે, કુબેરપુરમાં રઢી રામી સ્થિત શક્તિ પ્રદર્શન સ્થળ પરથી પરત ફરતી વખતે યુવાનોએ તલવારો સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. પોલીસના બેરિયર તોડી દેખાવો કર્યા હતાં. સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પ્રો. એસપી સિંહ બઘેલ અને ભાજપના ધારાસભ્યો સામેલ થયા હતાં. આ સંમેલનના કારણે દિલ્હી-કાનપુર હાઈવેથી માંડી એમજી રોડ સુધી ચક્કાજામ સર્જાયો હતો.



સપાના સાંસદે રાણા સાંગા વિરૂદ્ધ ટીપ્પણી કરી

સપાના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન દ્વારા 21 માર્ચના રોજ રાણા સાંગા પર વિવાદિત ટીપ્પણી કરવામાં આવી હતી. જેના લીધે દેશભરમાં ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો હતો. કરણી સેનાએ 12 એપ્રિલના રોજ રાણા સાંગા જયંતી પર રક્ત સ્વાભિમાન મહાસંમેલનની જાહેરાત કરી હતી. જેમાં ભાગ લેવા સવારથી ઉત્તર પ્રદેશની સાથે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, પંજાબ, દિલ્હી સહિત 10 રાજ્યોના ક્ષત્રિયો પહોંચ્યાં હતાં. 

આ પણ વાંચોઃ વડોદરાની M.S. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ભણતાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીની આત્મહત્યા

સુમનની માફી મંજૂર નથી

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજ શેખાવતે જણાવ્યું હતું કે, આ દેશ બલિદાન આપનારા પૂર્વજોનું અપમાન સહન કરી શકશે નહીં. હવે સુમનની માફી મંજૂર નહીં થાય. જે જ્યાં મળશે, તેમની પાસેથી બદલો લઈશું. રાજસ્થાનમાંથી આવેલા કરણી સેનાની ફાયર બ્રાન્ડ નેત્રી શીલા ગોગામેડીએ જણાવ્યું હતું કે, શૌર્યના ઈતિહાસ પર આંગળી ઉઠાવનારાઓના હાથ જ કાપી નાખવામાં આવશે. જે માથુ ઉઠાવશે તે બચી શકશે નહીં.  રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાનાએ જણાવ્યું હતું કે, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ રાણા સાંગાની માફી માગે. મહાસંમેલનમાં રજૂ કરવામાં આવેલી માગ પૂરી નહીં થાય તો નવ મેના રોજ દિલ્હીમાં રાજપૂત સમાજ બમણી તાકાત સાથે એકઠો થશે. સુમનના નિવાસ સ્થાને 26 માર્ચના રોજ ક્ષત્રિય સમાજ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતાં.  તેઓએ સુમનનું સાંસદ પદ પાછું ખેંચવા તેમજ તેમની સંપત્તિઓ પર બુલડોઝર ફેરવવાની માગ કરી છે.


'રામજીલાલની માફી મંજૂર નથી, જ્યાં મળશે ત્યાં બદલો લઈશું...' તલવારો સાથે કરણી સેનાનું એલાન 2 - image

Tags :