Get The App

સંશોધનઃ કોરોના સંક્રમણને રોકવામાં સુતરાઉ કાપડથી બનેલા માસ્ક સૌથી સારા

Updated: Apr 4th, 2021

GS TEAM

Google News
Google News
સંશોધનઃ કોરોના સંક્રમણને રોકવામાં સુતરાઉ કાપડથી બનેલા માસ્ક સૌથી સારા 1 - image

- એન95 માસ્ક એયરોસોલ રોકવામાં સૌથી કારગર સાબિત થયા

નવી દિલ્હી, તા. 4 એપ્રિલ, 2021, રવિવાર

કોરોના મહામારી વચ્ચે માસ્ક એ આપણા જીવનનો હિસ્સો બની ગયા છે. કોવિડ-19થી બચવા માટે સમગ્ર વિશ્વમાં માસ્ક પર ખૂબ જ રસપ્રદ સંશોધનો પણ થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ વિવિધ વસ્તુઓ વડે બનેલા માસ્કનો માઈક્રોસ્કોપથી અભ્યાસ કરીને સામાન્ય બચાવ માટે સુતરાઉ કાપડથી બનેલા માસ્ક સૌથી વધારે પ્રભાવશાળી છે તેવો દાવો કર્યો છે. 

સુતરાઉ કાપડની બનાવટ સૂક્ષ્મ સ્તરે ખૂબ જ કસાયેલી છે. તેની સરખામણીએ શિફોન, પોલિસ્ટર, રેયોન કે બીજા કૃત્રિમ રીતે બનેલા સિન્થેટિક ફાઈબરના માસ્ક ઢીલા છે. આવા માસ્ક શ્વાસની સાથે શરીરમાં દાખલ થતા વધારે કણોને રોકી નથી શકતા. 

અમેરિકાના મેરિલેન્ડ ખાતે આવેલી સ્મિથ સોનિયન મ્યુઝિયમ કન્વર્શેસન સંસ્થાના વૈજ્ઞાનિક એડવર્ડ વિન્સેજી અને તેમની ટીમે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની મદદથી 12થી વધારે પ્રકારના માસ્કનો અભ્યાસ કર્યો હતો. તેમાં 50 માઈક્રોન જેટલા સૂક્ષ્મ આકાર પર કોઈ પણ ફેબ્રિક દ્વારા તત્વોને ફિલ્ટર કરવાની ક્ષમતા પારખવામાં આવી હતી. 

તેમાં સુતરાઉ કપડા, સિન્થેટિક ફાઈબર સહિત કોફી ફિલ્ટર, તકિયાના કવર, એન95 સર્જિકલ માસ્કને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ બધામાં એન95 એયરોસોલ રોકવામાં સૌથી કારગર સાબિત થયા હતા. જ્યારે કોવિડ-19 વાયરસ રોકવામાં સુતરાઉ કાપડથી બનેલા માસ્ક પણ સામાન્ય બચાવ માટે ખૂબ પ્રભાવશાળી રહ્યા હતા.