Get The App

77મો પ્રજાસત્તાક દિવસ: કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતના ટેબ્લો અને EUની ટુકડીનું આકર્ષણ

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
77મો પ્રજાસત્તાક દિવસ: કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતના ટેબ્લો અને EUની ટુકડીનું આકર્ષણ 1 - image


Republic Day 2026 Live: ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અત્યંત ઉત્સાહ અને દેશભક્તિ સાથે ઉજવ્યો. કર્તવ્ય પથ પર ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી જતી સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું. આ વર્ષનો સમારોહ ‘વંદે માતરમ’ ના 150 વર્ષની થીમ પર આધારિત હતો, જેની આગેવાની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરી રહ્યા હતા. 


વંદે માતરમની થીમ પર ગુજરાનો સરસ ટેબ્લો 

 


ભગવાન ગણેશ આધારિત મહારાષ્ટ્રના ટેબ્લોએ પણ આકર્ષણ જમાવ્યું 


કર્તવ્ય પથ પર યુરોપિયન યુનિયનની ટુકડી પણ પરેડમાં જોડાઈ 

કર્તવ્ય પથ પર દિવ્યાસ્ત્ર અને શક્તિબાણનું પ્રદર્શન 


ઓપરેશન સિંદૂરની થીમ પર ખાસ ટેબ્લોનું પ્રસ્તુતિ

પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોએ "ઓપરેશન સિંદૂર: સંયુક્તતા દ્વારા વિજય" શીર્ષકવાળી એક શક્તિશાળી ત્રિ-સેવાઓની ટેબ્લો રજૂ કરી, જે પરિવર્તિત સંરક્ષણ ક્ષમતાઓ દ્વારા શક્તિ, એકતા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વના રક્ષણનું પ્રતીક છે.



શુભાંશુ શુક્લા અશોક ચક્રથી સન્માનિત 

18 દિવસની અંતરિક્ષ યાત્રા કરીને ઈતિહાસ રચનારા શુભાંશુ શુક્લાને  અશોક ચક્રથી રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરાયા. 


સિક્કિમમાં 16000 ફૂટની ઊંચાઈએ તિરંગો ફરકાવાયો 




બ્રહ્મોસ, આકાશ, સૂર્યાસ્ત્ર... કર્તવ્ય પર જોવા મળશે સૈન્યના આ ખતરનાક હથિયારો 

આ વખતે રિપબ્લિક ડેની પરેડમાં ધનુષ ગન સિસ્ટમ અને અમોગ એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) પરેડમાં સામેલ કરવામાં આવશે. બંને સિસ્ટમો આત્મનિર્ભર ભારતની ભાવના અને સંરક્ષણ ઉત્પાદનમાં ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા દર્શાવે છે. સુપરસોનિક બ્રહ્મોસ હથિયાર સિસ્ટમ અને સ્વદેશી સૂર્યાસ્ત્ર યુનિવર્સલ રોકેટ લોન્ચર સિસ્ટમ દ્વારા લાંબા અંતરની ચોકસાઇ અને જબરદસ્ત ફાયરપાવર દર્શાવવામાં આવશે. સાથે મળીને, આ ઊંડા પ્રહાર ક્ષમતા, દુશ્મનના પ્રદેશમાં ઊંડે સુધી પ્રહાર કરવાની ક્ષમતા દર્શાવશે.


આ વખતે કોણ મુખ્ય અતિથિ? 

મુખ્ય અતિથિ અને આંતરરાષ્ટ્રીય હાજરી આ વર્ષે પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય રંગ ઉમેરતા યુરોપિયન યુનિયનનું એક દસ્તો પણ ચાર ઝંડાઓ સાથે પરેડમાં ભાગ લેશે. વિશેષ અતિથિ તરીકે 40 દેશોના બૌદ્ધ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ પણ હાજર રહેશે, જે વિશ્વને શાંતિ અને અહિંસાનો સંદેશ આપશે.

સૈન્ય શક્તિનું નવું આકર્ષણ

'ઓપરેશન સિંદૂર' પરેડમાં ભારતની સૈન્ય તાકાતનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે. આ વખતે 'ઓપરેશન સિંદૂર' માં વપરાયેલા પ્રમુખ હથિયારો અને નવી રચાયેલી સૈન્ય ટુકડીઓના મોડેલ રજૂ કરવામાં આવશે. સૌથી ખાસ આકર્ષણ ભારતીય સેનાનું ‘ફેઝ્ડ બેટલ એરે’ (Phased Battle Array) પ્રદર્શન હશે, જેમાં ડ્રોન, ટેન્ક અને તોપખાના દ્વારા અસલી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે.

કાર્યક્રમની રૂપરેખા અને પરંપરા

ઉજવણીની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને કરવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને મુખ્ય અતિથિઓ પરંપરાગત બગીમાં સવાર થઈ કર્તવ્ય પથ પહોંચશે. પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને આશરે 90 મિનિટ સુધી ચાલશે, જેમાં 21 તોપોની સલામી, વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને Mi-17 હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે.

વડાપ્રધાનનો સંદેશ

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ભારતની આન-બાન અને શાનનું પ્રતીક એવો આ રાષ્ટ્રીય પર્વ સૌના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે".