412 વીરતા પુરસ્કારોની જાહેરાત : ગોળી વાગવા છતાં જવાનોના જીવ બચાવનાર મેજર શુભાંગને કીર્તિ ચક્ર

રાષ્ટ્રપતિએ વીરતા પુરસ્કારોને આપી મંજુરી : ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજાલાને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ

ત્રણ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.કે તિવારી અને 14 કોર્પ્સ ચીફ લેફ્ટનન્ટ જનરલ એ.સેનગુપ્તાને પણ ઉત્તમ યુદ્ધ સેવા મેડલ

Updated: Jan 25th, 2023

Image - @adgpi, Twitter


નવી દિલ્હી, તા.25 જાન્યુઆરી-2023, બુધવાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 74માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ 412 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી દીધી છે, જે અંગે સંરક્ષણ મંત્રાલયે જાણકારી આપી છે. 

6 જવાનોને કીર્તિ ચક્ર

વીરતા પુરસ્કારોમાં 6 કીર્તિ ચક્ર (મરણોત્તર 4), 15 શૌર્ય ચક્ર (મરણોત્તર 2), બે જવાનોને ફરી સેના મેડલ (શૌર્યતા), 92 સેના મેડલ (4 મરણોત્તર), એક નેવી મેડલ (શૌર્યતા), 7 વાયુ સેના મેડલ (શૌર્ય), 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 3 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, એકવાર ટૂ વિશિષ્ઠ સેવા મેડલ, 52 અતિ વિશિષ્ઠ સેવા મેડલ, 10 યુદ્ધ સેવા મેડલ, બેને ફરી સેના મેડલ (ફરજની નિષ્ઠા), 36 સેના મેડલ (ફરજ પ્રત્યેની નિષ્ઠા), બે જવાનને ફરીથી નૌ સેના મેડલ (ફરજ પ્રત્યેની નિષ્ઠા) (મરણોત્તર), 11 નૌ સેના મેડલ (ફરજ પ્રત્યેની નિષ્ઠા), 3 મરણોત્તર સહિત, 14 વાયુ સેના મેડલ (ફરજ પ્રત્યેની નિષ્ઠા), બે જવાનને ફરી વિશિષ્ટ સેવા મેડલ અને 126 વિશિષ્ટ સેવા ચંદ્રકોનો સમાવેશ થાય છે.

મેજર શુભાંગને ગોળી વાગી છતાં આતંકવાદીને ઠાર કરી જવાનોના જીવ બચાવ્યા

ડોગરા રેજિમેન્ટના મેજર શુભાંગને જમ્મુ અને કાશ્મીરના બડગામમાં ઓપરેશનમાં તેમની બહાદુરીની ભૂમિકા માટે બીજા સર્વોચ્ચ વીરતા ચંદ્રક કીર્તિ ચક્રથી નવાજાશે. શુભાંગને આ ઓપરેશનમાં પોતાને ગોળી વાગી છતાં 1 આતંકવાદીને ઠાર કરી ઘાયલ જવાનોના જીવ બચાવ્યા હતા. શુભાંગને જમ્મુ-કાશ્મીરના બડગામમાં આ ઓપરેશન દરમિયાન અસાધારણ વીરતાનો પરિચય કરાવ્યો હતો. જ્યારે ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજાલાને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કરાયો છે. ત્રણ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.કે તિવારી અને 14 કોર્પ્સ ચીફ લેફ્ટનન્ટ જનરલ એ.સેનગુપ્તાને પણ ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કરાયો છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના બ્રિગેડિયર સંજય મિશ્રાને અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાયો છે.

    Sports

    RECENT NEWS