Republic Day 2022: ગૂગલે ગણતંત્ર દિવસ પર બનાવ્યુ શાનદાર ડૂડલ, ભારતની સંસ્કૃતિ અને વિરાસતની ઝલક દેખાઈ
નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2022 બુધવાર
ભારતના 73માં ગણતંત્ર દિવસના અવસરે ગૂગલએ એક ખાસ ડૂડલ બનાવીને ભારતની સંસ્કૃતિ અને વિરાસતની ઝલકનુ પ્રદર્શન કર્યુ છે. 26 જાન્યુઆરીના દુનિયા ભારતની સંસ્કૃતિ વિરાસત, સૈન્ય તાકાત અને વિકાસની ઝલક બતાવે છે જે દરેક ભારતીય માટે એક ગર્વની વાત હોય છે.
ગૂગલે આને વધુ ખાસ બનાવતા ડૂડલમાં ઊંટ, હાથી, ઘોડા, ઢોલ સહિત તિરંગાના રૂપમાં રજૂ કર્યુ છે. ગૂગલે ગયા વર્ષે 72માં ગણતંત્ર દિવસના અવસરે ડૂડલમાં દેશની કેટલીક સંસ્કૃતિઓની ઝલક રજૂ કરી હતી.
ગૂગલે બનાવ્યુ 26 જાન્યુઆરી માટે શાનદાર ડૂડલ
ગૂગલે ભારતના ગણતંત્ર દિવસ માટે શાનદાર ડૂડલ બનાવ્યુ છે. જે રીતે ગૂગલ દરેક અવસરને પોતાનુ યુનિક ડૂડલ બનાવીને સેલિબ્રેટ કરે છે, તે જ રીતે આ વખતે પણ ગણતંત્ર દિવસના અવસરે યુનીક ગૂગલ ડૂડલ બનાવવામાં આવ્યુ છે.
ગૂગલે ડૂડલમાં 73માં ગણતંત્ર દિવસની પરેડને એલિમેન્ટ રાખ્યુ છે. આ ડૂડલમાં 1 હાથી, 1 ઘોડો, 1 ઊંટ, લાલ તબલા, પરેડનો પથ, બેન્ડના વાદ્યયંત્રની સાથે-સાથે ભારતીય તિરંગાનુ પણ ફિચર કર્યુ છે.